________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ ક્યારેય યુદ્ધમાં ઉતર્યા છે?” ના જી...' “તો એ અશ્વોને તથા હું તમને બીજા ર00 ઘોડા આપું છું. તેમને યુદ્ધની તાલીમ આપો. આપણે એક મહિના પછી યુદ્ધમાં ઊતરવાનું છે, એમ સમજીને તૈયારી કરી. ૨00 ઘોડાઓ ઉપર ભાલાથી યુદ્ધ કરનારા સૈનિકો બેસશે. ર00 ઘોડાઓ ઉપર તલવારોથી યુદ્ધ કરનારા સૈનિકો બેસશે. શસ્ત્રો તો છે ને? શસ્ત્રાગાર મારે જોવું પડશે. ન હોય શસ્ત્રો તો નવાં તૈયાર કરા. શસ્ત્રોનો ભંડાર ભરેલો જોઈએ.”
“આ કામ પણ કાલથી શરૂ થઈ જશે. રાજ્યમાંથી ૧૦૦ કારીગરોને બોલાવીને કામ સોંપી દઉં છું.”
પદાની સૈન્ય કેટલું છે?” એક હજાર સૈનિકો છે.” દરેકની પાસે શસ્ત્રો છે? દરેક સૈનિકને પૂરતો પગાર મળે છે?” મહામંત્રીજી, સેના પાસે પૂરતાં શસ્ત્રો નથી. પૂરતું વેતન મળતું નથી...” ‘સિંહકુમાર, આ વાત શું તમારે મને ના કરવી જોઈએ? હું તમને પૂછું છું ત્યારે તમે વાત કરો છો.. આવી સેના શું રાજ્યની રક્ષા કરી શકે? શત્રુને મારીને ભગાડી શકે? સેનાપતિ, આવતી કાલે પ્રભાતે રાજમહેલના પટાંગણમાં બધાં જ સૈનિકોને ભેગા કરો, પંક્તિબદ્ધ ઊભા રાખો. મહારાજાને લઈને, હું ત્યાં આવીશ. મહારાજા સ્વયં સૈનિકોને મળીને, તેમને સારી દ્રવ્યરાશિ ભેટ આપશે.
આપણે કાલે મળીશું. આજે મારી સાથે ભોજન કરીને, તમારે જવાનું છે.
ધરણે સેનાપતિને પોતાની સાથે જમાડી, ઉત્તમ વસ્ત્રો અને શ્રેષ્ઠ તલવાર ભેટ આપી. પોતાની અશ્વશાળા બતાવી. સેનાપતિ દિંગ થઈ ગયા. “આ ૨૦૦ ઘોડા રાજ્યની અશ્વશાળામાં આજે સાંજ સુધીમાં પહોંચી જશે...... ધરણે કહ્યું.
સેનાપતિને વિદાય આપી, તે પોતાના કાર્યાલયમાં પહોંચ્યો. વીરેન્દ્ર આવીને, પ્રણામ કર્યા અને ખૂબ ધીમા સ્વરે ધરણને કહ્યું :
કાલે સિદ્ધેશ્વર મંત્રી કોઈ મહત્ત્વના કામે બહારગામ જાય છે. હું એની પાછળ જઈશ... વેશપરિવર્તન કરીને જઈશ. મને કોઈ ગંધ આવી છે... આવીને બધી જ વાત જણાવીશ.” વીરેન્દ્ર ઝડપથી ખંડ બહાર નીકળી ગયો. ધરણ ઊંડા વિચારમાં ડૂબી ગયો.
મહારાજાએ મારામાં વિશ્વાસ મૂક્યો છે. મારે એ વિશ્વાસનું પાલન કરવું છે. રાજ્યને નિરાકુલ અને સમૃદ્ધ બનાવવું છે... બસ, અત્યારે મારું આ જ લક્ષ્ય છે. શ્રી સમરાદિત્ય મહાકથા
33
For Private And Personal Use Only