________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવનંદીની સલાહ યોગ્ય છે. પહેલા સેનાને હાથમાં લેવી જોઈએ. સેનાને સુસજ્જ બનાવવી જોઈએ. સેનાપતિને વિશ્વાસમાં લેવો જોઈએ.” ધરણ ત્યાંથી બહાર નીકળ્યો. રથમાં બેસીને, રાજમહેલમાં ગયો. મહારાજાએ ધરણને આવકાર્યો. મહારાજાની કુશળતા પૂછીને, ધરણે કહ્યું : “હે દેવ, કાલે પ્રભાતે એક પ્રહર સમય વીત્યા પછી, મહેલના પટાંગણમાં રાજ્યના સેનાના તમામ સૈનિકો ઉપસ્થિત થશે. સહુ આપનાં દર્શન કરશે. પછી આપ, સેનાપતિની સાથે એક-એક સૈનિકની પાસે જશો અને દરેક સૈનિકને સો-સો સોનામહોરો ભેટ આપશો. સોનામહોરની વ્યવસ્થા મેં કરી દીધી છે. ત્યાર પછી આપ સૈનિકોને સંબોધન કરીને કહેશો કે તેઓ રાજ્યને સંપૂર્ણ વફાદાર રહે.”
મહારાજા સાંભળી જ રહ્યા. આટલાં વર્ષોમાં એમણે ક્યારેય સેનાના સૈનિકોને જોયા ન હતા. સૈનિકોએ પણ ભાગ્યે જ મહારાજાનાં દર્શન કર્યા હશે. મહારાજાએ ધરણને પૂછુયું : “ધરણ શા માટે આ કાર્યક્રમ ઘડ્યો છે?”
મહારાજા, રાજ્યની સુરક્ષા સેનાના હાથમાં હોય છે. સેનાને મહારાજા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. પ્રેમથી જ વફાદારી આવે છે. આપ દરેક સૈનિકને સો સો સોનામહોરો આપશો, તેથી સૈનિકોને લાગશે કે, “મહારાજા અમારી ચિંતા કરે છે.” તેઓ બીજા કોઈની લાલચમાં લપટાશે નહીં. વળી, મેં સેનાપતિ સાથે લાંબી ચર્ચાવિચારણા કરીને, હસ્તીસેના, અશ્વસેના અને પાયદળ-સેનાને શસ્ત્રોથી અને યુદ્ધકળાથી સુસજ્જ કરવા આજ્ઞા આપી છે. ગમે ત્યારે અચાનક યુદ્ધ આવી પડે તો સેના સારી રીતે યુદ્ધ કરી, વિજય મેળવી શકે.”
“ધરણ, મારી ધારણા મુજબ તું રાજ્યને અવશ્ય સુરક્ષિત અને સમૃદ્ધ બનાવીશ. રાજ્યનો ભંડાર ભરાવા આવ્યો છે. હવે સેના તૈયાર થઈ જશે. પ્રજાને પણ સંતોષ થયો છે.'
બીજા દિવસે પ્રભાતે, રાજમહેલના મેદાનમાં સૈનિકો આવવા લાગ્યા. સેનાપતિ સિંહકુમાર સહુથી પહેલા ઉપસ્થિત થઈ ગયા હતા. મંચ ઉપર મહારાજાની સાથે સમગ્ર મંત્રીમંડળ ઉપસ્થિત થયું, એક માત્ર સિદ્ધેશ્વર મંત્રી વિના. મહારાજાએ ધરણને પૂછ્યું :
મહામંત્રી, સિદ્ધેશ્વર મંત્રી કેમ નથી આવ્યા?”
મહારાજા, તેઓ પોતાના અંગત કામે બહારગામ ગયા છે, એવું મેં સાંભળ્યું છે, કેમ રુદ્રદત્તજી?” રુદ્રદત્તની સામે જોઈને, ધરણે પૂછ્યું. રુદ્રદત્ત મંત્રી, થોથવાઈ ગયા.'
૯૩૪
ભાગ-૨ ભવ છઠો
For Private And Personal Use Only