________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહારાજા, હું જાણતો નથી... પણ મેંય સાંભળ્યું છે કે તેઓ તેમના કામે બહારગામ ગયા છે...’
‘સર્વે મંત્રીઓ સાંભળો, જે કોઈ મંત્રીને બહારગામ જવું હોય તો મહામંત્રીને અથવા મને પૂછીને જવું, આ મારી આજ્ઞા છે.’
‘હા જી, હા જી, આપની આજ્ઞા શિરોધાર્ય છે...' રુદ્રદત્તે ઊભા થઈ, મસ્તક નમાવી, નમ્રતાથી કહ્યું,
સર્વે સૈનિકો આવી ગયા હતા, પંક્તિબદ્ધ ઊભા રહી ગયા હતા. બધા જ સૈનિકો શસ્ત્રસજ્જ હતા. મહામંત્રીએ સેનાપતિને પોતાની પાસે બોલાવીને, ઊભા રાખ્યા.
‘વહાલા સૈનિકો, આજે મહારાજાની આજ્ઞાથી તમને સહુને બોલાવ્યાં છે. મહારાજા સ્વયં આજે તમારો સત્કાર કરશે. તમારા દરેકની પાસે મહારાજા આવશે અને તમને પુરસ્કાર આપશે. તે પછી તેઓ તમને ઉદ્બોધન કરશે.’
એક હજાર સૈનિકો માટે સોનામહોરોની એક હજાર થેલી તૈયાર હતી. મહારાજા ઊભા થયા. વાજિંત્રો વાગવા માંડ્યાં. એક પછી એક સૈનિકનો સત્કાર થવા માંડ્યો. મહારાજાની પાછળ સેનાપતિ ચાલતો હતો, સતર્ક અને સાવધાન બનીને, ભંડારનો ભંડારી સોનામહોરોની થેલીઓ મહારાજાને આપે જતો હતો.
સર્વે સૈનિકોનું સન્માન થયા પછી, મહારાજાએ એક હજાર સોનામહોરો આપીને, સેનાપતિનું સન્માન કર્યું. ત્યાર બાદ મહારાજાએ ઉદ્દબોધન કર્યું. સૈનિકો હર્ષિત થયા, મહારાજાની જય બોલાવી,
ધરણે ઊભા થઈ, મહારાજાને પ્રણામ કરી, નિવેદન કર્યું :
‘પૂજ્ય મહારાજા, આદરપાત્ર મંત્રીંગણ, અધિકારીગણ અને સૈનિકો, આજે આપણી પાસે જે સેના છે, તેને આપણે જોઈએ છીએ. એક મહિના પછી, આ જ મેદાન પર હસ્તીસેના હાજર હશે... અશ્વસેના ઉપસ્થિત હશે અને પાયદળ સેના હાજર હશે. દરેક સૈનિક લાલ અને કેસરી વસ્ત્રોના ગણવેશમાં હશે. દરેક સૈનિક પાસે આવશ્યક શસ્ત્રો હશે... અને સંખ્યા આજે જે છે તેનાથી દ્વિગુણી થઈ જશે. માર્કદીના રાજ્યની સેના, બીજાં રાજ્યોની સેના કરતાં વધારે બળવાન અને શક્તિશાળી હોવી જોઈએ.’
મહેશ્વર મંત્રીએ રુદ્રદત્ત સામે તીરછી નજરે જોયું. સોમિલે પણ મહેશ્વર સામે જોયું... મહારાજાની દૃષ્ટિ આ મંત્રીઓ તરફ હતી. તેમને કોઈ ગંધ આવી... તેઓ બોલ્યા નહીં. એ ત્રણેની ચેષ્ટાઓને માપતા રહ્યા.
સેનાપતિએ ઊભા થઈને કહ્યું : ‘મહારાજાની ઈચ્છા મુજબ અને મહામંત્રીના માર્ગદર્શન મુજબ સેના અવશ્ય તૈયાર થશે. હું મહારાજાને ખાતરી આપું છું કે હું
Gu
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only