________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અને સેના, મહારાજા પ્રત્યે, રાજ્ય પ્રત્યે અને પ્રજા પ્રત્યે પૂર્ણ વફાદાર રહીશું...' સૈનિકોએ હર્ષધ્વનિથી આકાશને ગજવી દીધું.
સમારોહ પૂર્ણ થયો.
મહારાજા મહેલમાં ગયા. ધરણ મહારાજાના સંકેત મુજબ તેમની સાથે મહેલમાં ગયો. અન્ય મંત્રીઓ અને અધિકારીઓ પોત-પોતાના સ્થાને ગયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરણ, જ્યારે તું સેના અંગે વાત કરતો હતો ત્યારે મેં મહેશ્વર, રુદ્રદત્ત અને સોમિલ - આ ત્રણ મંત્રીઓની આંખોમાં કોઈ ચિંતા જોઈ... ત્રણ પરસ્પર દૃષ્ટિથી વાતો કરતા હતા.
‘મહારાજા, આ ત્રણની સાથે ચોથા સિદ્ધેશ્વર ભળેલા છે... આ ચાર મંત્રીઓની પ્રવૃત્તિ ભેદભરમ ભરેલી લાગે છે. એટલે એમની પાછળ ગુપ્તચરો મૂકી દીધા છે. સિદ્ધેશ્વરની પાછળ વીરેન્દ્ર ગયો છે.’
‘બહું સારું કર્યું...’
‘મહારાજા, આપ કોઈ ચિંતા ના કરશો. એમની કોઈ જ ચાલબાજી ચાલવાની નથી.'
‘તેં સેનાનું નવીનીકરણ કર્યું... એ ખૂબ સમજણભરેલું કામ કર્યું છે. તેમાંય, આપણી આસપાસના કોઈ રાજ્યની સેનામાં હસ્તસેના તો છે જ નહીં. આપણી ૧૦૦ હાથીની સેના, ભલભલા દુશ્મનોનો કચ્ચરઘાણ કાઢી નાખશે... અરે, આપણી સામે કોઈ આંખ ઉઠાવીને નહીં જુએ. કેટલાક રાજાઓ તો એમની મેળે જ આજ્ઞામાં આવી જશે...’
€39
‘મહા૨ાજા, આવી જ પરિસ્થિતિનું નિર્માણ ક૨વું છે... બસ, ત્યાં સુધી આપ મને લગ્નની વાત ન કરશો.’
મહારાજા હસી પડ્યા.
For Private And Personal Use Only
ભાગ-૨ * ભવ છઠ્ઠો