________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Y૧૧૪i
એ વિદ્યાધરે મને આશ્ચર્યચકિત કરી દીધો. વિલાસવતી જીવે છે. આ વાતે મારો સમગ્ર વિષાદ ધોઇ નાખ્યો. વિદ્યાધરે મને કહ્યું :
કુમાર, માત્ર તને આશ્વાસન આપવા મેં નથી કહ્યુંપરંતુ જે સત્ય છે, તે કહ્યું છે. મેં જે વાત કરી છે, તેનો જે આધાર છે, તે તને બતાવું છું.
વિદ્યાધરોની દુનિયા છે. વિદ્યાધર પ્રજાજનો છે, વિદ્યાધર રાજાઓ છે અને રાજાઓનો પણ રાજા છે, તેનું નામ છે ચક્રસેન. તે ચક્રસેન રાજાએ “અપ્રતિહચકા” નામની વિદ્યાની સાધના આરંભી છે. બાર મહિના સુધી આ સાધનાની પૂર્વસેવા કરવાની હોય છે. તે પૂર્વસેવા તે રાજાએ કરી લીધી છે. આ સાધનાનું ક્ષેત્ર ૪૮ યોજનનું હોય છે. જ્યારે સાધના ચાલતી હોય ત્યારે ૪૮ યોજનાના વિસ્તારમાં કોઈ જીવની હિંસા ના થવી જોઇએ. કોઈ પણ જીવનું અપમૃત્યુ ના થવું જોઇએ. એટલે એ વિદ્યાધર રાજાએ ૪૮ યોજનનાં વિસ્તારમાં પોતાના પરમ વિશ્વસનીય વિદ્યાધર સુભટોને જીવનરક્ષાનું કાર્ય સોંપ્યું હતું. પૂર્વસેવાની સાધના પૂર્ણ કરી, હવે તે રાજા, અપ્રતિહચકા’ વિદ્યાની સિદ્ધિ કરવા, “સિદ્ધિનિલય” નામની પર્વતગુફામાં ગયો છે. સ્ફટિકરત્નની માળા પર તેણે મંત્રજાપ કરૂ કર્યો છે. સાત લાખનો જાપ કરવાનો છે. આજે સાત રાત્રિ-દિવસ પૂરાં થયાં છે. આવતી કાલે વિદ્યાસિદ્ધિ થશે.
આ કારણથી હું તને કહું છું કે તારી પ્રિયતમા આ ક્ષેત્રમાં મૃત્યુ પામે જ નહીં. અજગર તેને ગળી શકે જ નહીં. વિદ્યાધર સુભટો સતર્ક બનીને, કોઈ જીવહિંસા ના થાય, તેની તકેદારી રાખી રહ્યા છે.'
વિદ્યાધરની વાત સાંભળીને, મેં વિચાર્યું : “વાત સાચી લાગે છે. યુક્તિસંગત પણ લાગે છે. વિલાસવતીએ નયનમોહન વસ્ત્ર જે ઓઢેલું હતું, અજગર કેમ માત્ર વસ્ત્રને ગળી ગયો? અને જો એ વિલાસવતીને ગળી ગયો હોય તો તે કુંડળાકૃતિ કેમ કરી શકે? એના પેટમાં મનુષ્ય હોય... તો તે કુંડળાકૃતિ ના જ કરી શકે. એનો અર્થ એ થયો કે અજગર વિલાસવતીને ગળી ગયો નથી. પરંતુ એને કોઈ ઉપાડી ગયું છે.”
મેં વિદ્યાધરને કહ્યું : “તમારી વાત મને સાચી લાગે છે. મારી પ્રિયા જીવતી છે, તો હવે હું એને શોધવા જઇશ... તમે મારા પર પરમ ઉપકાર કર્યો છે. મને મરતો બચાવી લઇને, નવું જીવન આપ્યું છે. આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું. મારો કોઈ અપરાધ થયો હોય, અનુચિત બોલાઈ ગયું હોય તો મને ક્ષમા કરજો...”
હું ઊભો થયો, એટલે મને વિદ્યાધરે કહ્યું : “કુમાર, તારે તારી પત્નીની શોધ કરવા જવાની જરૂર નથી. તું અહીં જ આ લતામંડપમાં રોકાઈ જા. ઉતાવળ ના કરીશ. આવતી શ્રી સમરાદિત્ય મહાકથા
૭૭૭
For Private And Personal Use Only