________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ-તેમ એમનો સંસાર ચાલતો રહ્યો. એક દિવસ બંનેને સાંભળવામાં આવ્યું કે મલય પર્વતના “મનોરથ-પૂરક' નામના શિખર પરથી, મનુષ્ય જે સંકલ્પ કરીને ખીણમાં પડે છે, મરે છે, તેનો સંકલ્પ સિદ્ધ થાય છે.
ભિલ્લુ સિંહાથી કંટાળેલો હતો. તેને મરવું જ હતું. એટલે એ આ મનોરથપૂરક શિખર પર આવ્યો. સિંહા પણ એની પાછળ પાછળ આવી. ભિલ્લુએ સંકલ્પ કર્યો : “મને ભવાંતરમાં આ પત્ની સિંહા પુનઃ ના મળો...” અને એ ખીણમાં કૂદી પડ્યો, મર્યો.
સિંહાએ સંકલ્પ કર્યો : “ભવાંતરમાં મને મારો આ જ પતિ ભિલ્લુ પાછો મળજો.” એ પણ ખીણમાં કૂદી પડી ને મરી ગઈ.
કુમાર, તું આ વાતનો પરમાર્થ સમજી શકે છે.
મેં કહ્યું : “હે ઉપકારી, આપની વાત હું સમજ્યો છું; પરંતુ પ્રિયાના વિરહમાં જીવવું મારા માટે દુષ્કર જ નહીં, અશક્ય છે. ભલે ભવાંતરમાં મને મારી પ્રિયતમા મળે કે ના મળે, આવી ઘોર માનસિક વ્યથા હું સહન કરી શકું એમ નથી.'
વિદ્યાધરે કહ્યું : “કુમાર, અહીં સ્વેચ્છાએ મરી શકાય છે, જીવનનો અંત કરી શકાય છે, માટે તું મરવાનો આગ્રહ કરે છે, પરંતુ જે ગતિઓમાં સ્વેચ્છાએ મરી પણ શકાતું નથી, એ ગતિમાં જ્યારે ઘોર દુઃખો ભોગવવા પડશે, ત્યારે તું શું કરીશ? મેં જ્ઞાની પુરુષો પાસેથી સાંભળ્યું છે કે નરક ગતિમાં અને તિર્યંચ ગતિમાં જીવો સ્વેચ્છાએ મરીને, વેદનાઓથી મુક્ત નથી થઈ શકતા. દેવો પણ આપઘાત કરીને નથી મરી શકતા... માટે, આપઘાત કરતા પહેલાં તે ગંભીરતાથી વિચારી લે.
કુમાર, હું કોઈ ઋષિ-મુનિ નથી. તને ઉપદેશ આપવા માટે હું લાયક નથી, છતાં તારા પ્રત્યે કોઇ અગમ્ય કારણથી મન ખેંચાયું છે, તેથી તને આ વાત સમજાવું છું. મારું કર્તવ્ય તને યથાર્થ વાત સમજાવવાનું છે. પાલન કરવું કે ના કરવું એ તારે જોવાનું છે.”
મારું મન કંઈક આશ્વાસન પામ્યું. મેં વિદ્યાધરર્ની સામે જોઈને કહ્યું : “હે મહાપુરુષ, શું હું આ રીતે એકલોઅટૂલો ભટક્યા કરીશ?”
કુમાર, તને ક્યારે અને કેવી રીતે તારી પ્રિયતમાનો વિયોગ થયો?' મેં વૃત્તાંત કહી બતાવ્યો.
આ ઘટના કેટલા દિવસ પહેલાં બની? ‘ત્રણ દિવસ પહેલાં...” કેટલે દૂર બની આ ઘટના?” અહીંથી દસ યોજન દૂર..” તો તારી પ્રિયતમા મૃત્યુ પામી નથી.
ફ એક જ
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only