________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય? મારી પ્રિયતમાના વિરહથી અતિ વ્યથિત થયેલો હું, આ પર્વતની તળેટીમાં, આપઘાત કરવા તત્પર થયેલો. ત્યાં આપની જેમ જ, એક પરોપકારી ઋષિએ મને બચાવી લીધો.. પણ મારે તો મરવું જ હતું. એટલે તેમણે મને આ “કામિત-પૂરણ” શિખરની વાત કરી. હું એ શિખર પર ચઢ્યો... અને ભવાંતરમાં પ્રિયતમાના સમાગમનો સંકલ્પ કરી, શિખર પરથી પડતું મૂક્યું.' વિદ્યાધરના મુખ પર હાસ્ય લેપાઈ ગયું. તેમણે કહ્યું :
કુમાર, સ્નેહને... પ્રેમને કોઈ કાર્ય દુષ્કર નથી, કોઈ કાર્ય અકાર્ય હોતું નથી. આ સ્નેહ.. આ પ્રેમ
સર્વ દુઃખોનું મૂળ છે. - અવિવેકનો પ્રેરણાસ્ત્રોત છે.
મોક્ષમાર્ગમાં પ્રબળ અવરોધ છે. જ દુર્ગતિ તરફના પ્રમાણમાં સાથી છે. એ ધર્મકાર્યોનો વિરોધી છે.
ભવ-વનમાં ભટકાવનાર છે અને પાપકાર્યોમાં પ્રબળ પ્રેરક છે. આવા સ્નેહના બંધનમાં જકડાયેલા મનુષ્યો, ભવિષ્યના લાભ-નુકસાનનો પુખ્ત વિચાર કરી શકતા નથી. કાલોચિત આચરણ કરી શકતા નથી. ભલેને સિંહ જેવા પરાક્રમી હોય, છતાં તેઓ વેદનાથી વલુરાતા હોય છે. માટે હે કુમાર, તું આવા સ્નેહનો ત્યાગ કર. વિવેકના રત્નદીપકના અજવાળે, તારે વિચારવું જોઈએ, પરંતુ તે માટે મોહના ગાઢ અંધકારનો તારે નાશ કરવો પડશે.
હે સત્પરુષ, દરેક જીવનાં કર્મો જુાં હોય છે.... જન્મ-જીવન અને મૃત્યુનાં નિયામક કર્મો હોય છે. તારી પ્રિયતમાં મૃત્યુ પામીને, જે ગતિમાં ગઈ હશે, એ જ ગતિમાં જન્મ પામવા માટે, આ રીતે સંકલ્પ કરવો યોગ્ય ઉપાય નથી. સંકલ્પ કરવાથી મનોવાંછિત ગતિ પ્રાપ્ત થતી નથી. મનોવાંછિત કાર્યોની સિદ્ધિ ધર્મની આરાધના કરવાથી થાય છે. તું દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મની આરાધના કર. કાર્યસિદ્ધિ માટે આ જ ઉપાય છે.
અજ્ઞાની મનુષ્યો આ વાત સમજતા નથી અને રાગ-દ્વેષથી પ્રેરાઈને, આ રીતે આપધાત કરીને મરે છે અને દુર્ગતિમાં જન્મ પામે છે. પ્રિયજનોનો સમાગમ થતો નથી. થોડા સમય પૂર્વે એક દુઃખદ ઘટના બની હતી.
આ જ મલય દેશની વાત છે, “શિવ' નામના નાના ગામમાં ભિલ્લુ નામનો એક ગૃહસ્થ રહેતો હતો. તેની પત્નીનું નામ સિંહા હતું. સિંહાને ભિલ્લુ ઉપર અતિ સ્નેહ હતો, પરંતુ ભિલ્લુને સિહા દીઠીય ગમતી ન હતી. એ સિંહાના મૃત્યુની ઇચ્છા કરતો હતો, જ્યારે સિંહા જન્માંતરમાં પણ ભિલ્લુના સંયોગની ઇચ્છા કરતી હતી... છતાં શ્રી સમરાદિત્ય મહાકથા
૭૭૫
For Private And Personal Use Only