________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં કહ્યું : 'ભગવંત, પ્રિયતમાના વિરહની આગમાં હું એવો બળી રહ્યો છું કે ક્ષણે ક્ષણે મૃત્યુથી પણ વિશેષ વેદના અનુભવી રહ્યો છું. હે મુનિવર, મને મૃત્યુ સિવાય કંઈ સૂઝતું નથી.. હું અવશ્ય મરીશ... આપ મને એવો કોઈ ઉપાય બતાવો કે મૃત્યુ પછી બીજા જન્મમાં મને વિલાસવતી મળે...”
ઋષિએ કહ્યું : “કુમાર, અહીં આ પાસેના મલય પર્વત ઉપર “મનોરથ પૂરક નામનું એક શિખર છે. એ શિખરનું નામ યથાર્થ છે. મનુષ્યની ઇચ્છા પૂર્ણ કરનારું એ સ્થાન છે. જે મનુષ્ય એ શિખર પર ચઢીને, જે સંકલ્પ કરીને પડતું મૂકે છે, એનો સંકલ્પ સિદ્ધ થાય છે, એની ઇચ્છા પરિપૂર્ણ થાય છે... મૃત્યુ પછી એ ઇચ્છિત ફળની પ્રાપ્તિ કરે છે.'
ઋષિની વાત સાંભળીને, હું રાજી થયો. મેં તેઓને પૂછયું : “એ શિખર પર પહોંચવાનો માર્ગ બતાવવા કૃપા કરશો?' તેઓએ માર્ગ બતાવ્યો. મેં તેમનાં ચરણોમાં વિંદના કરી. તેઓ કમંડલ અને ફૂલોની છાબડી લઈને ચાલતા થયા. હું પણ “મનોરથ પૂરક” શિખર તરફ ચાલતો થયો.
મારા મન પર મરી જવાની ધૂન સવાર થઈ હતી. વિલાસવતી વિના મને એક ક્ષણ પણ ચેન ન હતું. ઋષિના ઉપદેશની મારા મન પર જરાય અસર થઈ ન હતી. હું મલયપર્વત પર ચઢતો રહ્યો. એક દિવસ... બે દિવસ... અને ત્રીજા દિવસે હું એ શિખર પર પહોંચ્યો. હું થાકીને લોથપોથ થઈ ગયો હતો. એક વૃક્ષની છાયામાં હું બેઠો.
આશ્રમના કુલપતિ દેવાનંદજીએ કહેલી વાતો વિસ્મૃત થઈ ગઈ હતી. મારા સમગ્ર વ્યક્તિત્વ પર વિલાસવતી છવાઈ ગઈ હતી. મૃત્યુ પછી એને મળવાનો ઉપાય, એક ઋષિએ બતાવ્યો હતો, એટલે મને શ્રદ્ધા પણ બેસી ગઈ હતી. હું મારી જગ્યાએથી ઊભો થયો. “કામિત-પતન” સ્થાન, મને ઋષિએ આપેલી નિશાનીના માધ્યમથી શોધી કાઢ્યું. હું ત્યાં ઊભો રહ્યો. સંકલ્પ કર્યો :
મૃત્યુ પછીના જન્મમાં મને વિલાસવતીનો સમાગમ થાઓ.' સંકલ્પ કરીને, તરત જ ઊંડી ખીણમાં મેં પડતું મૂકી દીધું. પરંતુ આ રીતે પણ મરવાનું મારા ભાગ્યમાં ન હતું... અધવચ્ચેથી મને એક આકાશગામી વિદ્યાધરે પકડી લીધો. “કેવી મૂર્ખતા કરે છે?' કહીને તેઓ મને એક લતામંડપમાં લઈ ગયા. ત્યાં શીતલતા હતી. ચંદ્રકાન્ત મણિનો પ્રકાશ હતો. મેં એ વિદ્યાધરને જોયા. તેમણે સુંદર રેશમી વસ્ત્રો પહેરેલા હતાં. કમરે તલવાર લટકતી હતી. ચંદ્ર જેવી સૌમ્ય મુખાકૃતિ હતી.
લતામંડપમાં અમે બેઠા. તેમણે મને કહ્યું : “તારી સુંદર મુખાકૃતિ તારી મહાનતાની ચાડી ખાય છે. તારું પુષ્ટ શરીર તારાં સત્ત્વ અને પરાક્રમને કહે છે. તો પછી પર્વતના શિખર પરથી પડતું મૂકવાનું કોઈ પ્રયોજન? હે સાત્વિક પુરુષ, જો પ્રયોજન મને કહેવા જેવું હોય તો મને કહે.' મેં કહ્યું : “આપના જેવા નિઃસ્વાર્થ પરોપકારી મહાપુરુષની આગળ શું છુપાવવાનું
ભાગ-૨ # ભવ પાંચમ
For Private And Personal Use Only