________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂછયું : “ભગવંત, આપ અહીં કેવી રીતે આવી ગયા?”
તેઓએ કહ્યું : “વત્સ, હું આ પ્રદેશમાં પુષ્પ, ફળ અને કાષ્ઠ લેવા માટે આવ્યો હતો... દૂરથી મેં તને ગળે ફાંસો નાખી, મરતો જોયો. મેં વિચાર્યું : “અરે, આ કોણ પુરુષ હશે? શા માટે આત્મહત્યા કરવા તૈયાર થયો હશે? શું પ્રયોજન હશે? હું એને રોકું, બચાવી લઉં...' હું જલદી જલદી અહીં આવ્યો, પરંતુ મારા પહોંચવા પહેલાં તું તો લટકી પડ્યો હતો... હું જોરજોરથી બોલ્યો : “સાહસ ના કર... સાહસ ના કર... એટલામાં વસ્ત્રનો ફાંસલો ઢીલો પડી ગયો અને તારું ગળું બહાર નીકળી ગયું... તું જમીન પર પડી ગયો. મેં તારી પાસે બેસીને, તારા પર પાણી છાંટવા માંડ્યું. અને તને ચેતના આવી.”
પછી એ ઋષિએ મને પૂછ્યું: “ધર્મશીલ, તારે શા માટે આ રીતે મરવાનો પ્રયત્ન કરવો પડ્યો?'
મેં શરમથી મુખ નીચું કરી દીધું. તેઓએ કહ્યું : “વત્સ, તપસ્વીજનો સહુના માટે માતા-પિતા સમાન હોય છે, માટે અહીં તારે શરમાવું ના જોઇએ. તું જો કારણ બતાવે તો હું એનો કોઈ ઉપાય બતાવી શકું.' | ઋષિ વૃદ્ધ હતા, છતાં તેમની કાયા બળવાન દેખાતી હતી. દાઢીના અને માથાના વાળ મોત થઈ ગયા હતા. તેઓએ માથે જટા બાંધી હતી. તેમના એક હાથમાં પાણીનું કમંડળ હતું. બીજા હાથમાં પુષ્પ અને ફળોથી ભરેલી છાબડી હતી. છાબડી અને કમંડળ તેમણે બાજુમાં મૂક્યાં હતાં. તેમની આંખોમાં કરુણા હતી. તેમની વાણીમાં અમૃત હતું. મેં વિચાર કર્યો : “આવા કરુણાનિધાન ત્રષિ-મુનિને મારો આત્મવૃત્તાંત કહેવામાં મને કોઈ જ નુકસાન નથી. ઉપરથી તેઓ મારા હિત માટે કોઈ સુયોગ્ય માર્ગ બતાવશે...'
મેં એ ઋષિને, શ્વેતાંબીથી નીકળ્યા પછી જે જે ઘટનાઓ બની, તે બધી જ કહી બતાવી.... છેલ્લે વિલાસવતીને અજગર ગળી ગયો... અને એનો વિરહ ન સહવાથી, ફાંસો ખાવા પ્રયત્ન કર્યો. ત્યાં સુધીનો વૃત્તાંત કહી સંભળાવ્યો. તેઓએ પહેલા મને આશ્વાસન આપતા કહ્યું : “વત્સ, આ સંસાર આવો જ છે.
શરદના મેઘસમાન ચંચળ આ જીવન છે. આ પુખિત વૃક્ષોસમાન નાશવંત સમૃદ્ધિ છે. જ સ્વપ્નસમાન અસાર સર્વ વિષયભોગ છે. * પ્રિયજનના સંયોગો વિયોગના પરિણામવાળા છે.
માટે આત્મહત્યા કરીને, મરવાનો વિચાર છોડી દે. વૈર્ય ધારણ કર. તારા જેવા સત્ત્વશીલ પુરુષે કાયરની જેમ મરવું ના જોઇએ.
શ્રી સમરાદિત્ય મહાકથા
03
For Private And Personal Use Only