________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોઈ શકે...... મારા શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ... શું અજગર વિલાસવતીને ગળી ગયો હશે?” હું એ લિસોટાની સાથે સાથે આગળ વધ્યો. આગળ બાવળના વૃક્ષોની ગાઢ ઝાડી આવી. આજુબાજુ અણીદાર ઘાસ ઊગેલું હતું. એ લિસોટો ત્યાં જતો હતો. મેં લાકડાના ટુકડાથી ઘાસ આઘુંપાછું કર્યું.. તો ઝાડીની વચ્ચે જાડો... કાળો ભયંકર અજગર જોયો. તેના મુખમાં નયનમોહન વસ્ત્ર હતું. તે વસ્ત્ર ગળી જવા તે પ્રયત્ન કરતો હતો. મેં નિર્ણય કર્યો : “જરૂર આ દુષ્ટ અજગર વિલાસવતીને ગળી ગયો છે...” મારા હૃદયમાં અપાર દુઃખ થયું. મને દુનિયા ગોળ ગોળ ભમતી લાગી. મને કોઈ ભાન ના રહ્યું. હું મૂચ્છિત થઈને, જમીન પર પછડાઈ ગયો... એકાદ ઘટિકા પછી મારી મૂર્છા દૂર થઈ. સમુદ્ર ઉપરનો પવન, તીવ્ર ગતિથી વાઈ રહ્યો હતો. હું ઊભો થયો. મેં જોયું તો અજગર “નયનમોહન” વસ્ત્રને લગભગ ગળી ગયો હતો. મેં વિચાર્યું : “એ વિલાસવતીને ગળી ગયો છે... તો ભલે મને પણ ગળી જાય... હવે મારે કોના માટે જીવવું છે? નથી જીવવું મારે..” એમ વિચારીને હું લાકડાના ટુકડાને લઈ, અજગરની પાસે ગયો. એની આંખોમાંથી જાણે અગ્નિની જ્વાળા. નીકળતી હોય, તેવું દેખાતું હતું. છતાં હું ભય ના પામ્યો. “હું આના પર પ્રહાર કરું, એ રોષે ભરાશે... ને, મને ગળી જશે. મેં અજગરના મસ્તક પર લાકડાના ટુકડાથી જોરદાર પ્રહાર કરી દીધો.
પરંતુ અજગર રોષે ના ભરાયો. એ ગભરાયો.. તેણે મુખમાંથી નયનમોહન વસ્ત્ર બહાર કાઢ્યું. મેં તરત જ એ વસ્ત્ર ખેંચી લીધું ને મારી છાતીએ લગા.. અજગરે પોતાના લાંબા શરીરને કુંડાલાકારે કરી લીધું. ફણાને પણ શાન્ત કરી, જમીન પર ઢાળી દીધી.
હું એ વૃક્ષઘટામાંથી બહાર નીકળ્યો. મને મારા ભાગ્ય પર અને જીવન પર તિરસ્કાર જાગ્યો. વિલાસવતી પરના તીવ્ર સ્નેહના કારણે, એનો વિયોગ મારા માટે અસહ્ય હતો. મેં વિચાર કર્યો : “આ નયનમોહન વસ્ત્રનો જ ફાંસો બનાવી, ગળામાં નાખી.... જીવનનો અંત લાવી દઉં...”
જે જગ્યાએ વિલાસવતી સૂતી હતી, હું એ જગ્યા પર આવ્યો. એ જ વટવૃક્ષની નીચે આવીને, બે ડાળીએ “નયનમોહન” વસ્ત્રને બાંધ્યું. ડાળી પર ચડ્યો. ફાંસો ગળામાં નાખ્યો... અને શરીરને છૂટું લટકતું મૂકી દીધું...
મારો શ્વાસ રોકાઈ ગયો. વન ભમતું લાગ્યું અને હું મૂચ્છિત થઈ ગયો. મેં પારાવાર દુઃખ અનુભવ્યું.
પરંતુ હું મર્યો નહીં. મારી આંખો ખૂલી ત્યારે મેં મારી પાસે બેઠેલા, એક ઋષિને જોયા. તેઓ ધીરે ધીરે તેમના કમંડલમાંથી પાણી લઈને, મારા પર છાંટતા હતા.. હું બેઠો થયો. બોલવા લાગ્યો : “મારું કેવું દુર્ભાગ્ય કે મારે મરવું છે... છતાં મર્યો નહીં...' ઋષિએ મારા મસ્તકે હાથ ફેરવ્યો. મેં એ કરુણાવંત ત્રિકષિને પ્રણામ કરી
ભાગ-૨ # ભવ પાંચમો
૭૭૨
For Private And Personal Use Only