________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[L[૧૧]h]
અમે બંનેએ એક નિર્ણય તો કરી લીધો કે “હવે આપણે સમુદ્રયાત્રા કરવી નથી.” અમે સમુદ્રથી વિરુદ્ધ દિશામાં. દૂર દૂર પહાડો દેખાતા હતા, તે તરફ ચાલવા માંડયું. જ્યારે માથે સૂરજ આવ્યો, એક તળાવના કિનારે, વિશાળ વટવૃક્ષોની છાયામાં અમે વિશ્રામ કર્યો. જંગલ કંઈક ડરામણું લાગતું હતું. જંગલી પક્ષીઓનાં કર્કશ અવાજ સંભળાતા હતા. ભૂમિ પણ ઠેર ઠેર ફાટેલી હતી. વિલાસવતીએ કહ્યું : “નાથ, મને તૃષા લાગી છે અને જો આસપાસમાં ફળોનાં વૃક્ષ દેખાય તો ફળો પણ લઈ આવો... હું ખૂબ શ્રમિત થઈ ગઈ છું.”
મેં એના માટે કોમળ પર્ણોની શય્યા બનાવી. “તું વિશ્રામ કર. આ “નયનમોહન વસ્ત્ર'તારે ઓઢી લેવાનું છે. હું પાછો ના આવું ત્યાં સુધી વસ્ત્ર દૂર કરવાનું નથી. કારણ કે મને આ જંગલ સારું લાગતું નથી. મેં મારી કમરેથી “નયનમોહન વસ્ત્ર' ખોલીને આપ્યું. અલબત્ત, વિલાસવતીને, મારી વાત સાંભળ્યા પછી, એને એકલી છોડીને હું જાઉં, એ ગમ્યું ન હતું. પરંતુ નયનમોહન વસ્ત્ર' મળવાથી, તે નિશ્ચિત બની હતી.
તેણે વસ્ત્ર ઓઢી લીધું. તે અદૃશ્ય થઈ ગઈ. હું ત્યાંથી ફળ અને પાણી લેવા ચાલ્યો ગયો. પહેલાં મેં ફળોની તપાસ કરી. નારંગીનાં ફળ મળી ગયાં. પછી પાણી લીધું અને જે જગ્યાએ વિલાસવતીને બેસાડી હતી, ત્યાં આવ્યો. મેં કહ્યું : “દેવી, હું પાણી અને ફળ લઈને આવી ગયો છું, માટે વસ્ત્ર દૂર કર અને પાણી પી લે!'
મને કોઈ પ્રત્યુત્તર ના મળ્યો. મને લાગ્યું કે એ મારી મજાક કરી રહી છે. મને ચીડવી રહી છે. એટલે મેં એને ફરીથી કહ્યું :
‘દેવી, તને તૃષા લાગી છે, માટે પહેલાં પાણી પી લે.. પછી તારે જે ક્રિીડા કરવી હોય તે કરજે!'
કોઈ પ્રત્યુત્તર ના મળ્યો. મને શંકા પડી. મેં પર્ણશય્યા પર હાથ ફેરવ્યો.. શધ્યા ખાલી હતી. મારા પેટમાં ધ્રાસકો પડ્યો. મેં વિચાર્યું : “અવશ્ય, વિલાસવતી અહીં નથી. જો એ હોય તો મારા આગમન સાથે એ ઊભી થાય અને મારા પ્રશ્નનો ઉત્તર આપે. ક્યાં ગઈ હશે એ? સ્વેચ્છાએ એ અહીંથી એક પગલું પણ ભરે નહીં...' મારા હાથમાં રહેલો પાણી ભરેલો નલિનીપત્રોનો પડિયો જમીન પર પડી ગયો. હું વિલાસવતી... વિલાસવતી..” બૂમો પાડતો આસપાસ શોધવા લાગ્યો. “અહીં... આ જગ્યાએ કોઈ આવ્યું હોય તો એના પગલાં જોવા મળે.' પગલાં જોવાં માંડ્યાં. પગલાં તો ના દેખાયાં, પરંતુ એક લિસોટો રેતીમાં પડેલો દેખાયો. જાડો લિસોટો હતો... મેં અનુમાન કર્યું : “આ લિસોટો અજગરનો લાગે છે. આ જંગલમાં અજગર શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only