________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિવસ અંધારી રાત બની ગયો. સમુદ્ર ગાંડોતૂર થયો. ભયંકર વાવાઝોડું ફૂંકાવા લાગ્યું. અમારું વહાણ પાણીમાં ઊછળીઊછળીને પછડાવા લાગ્યું. નાવિકોએ સઢ ખોલી નાખ્યો. વહાણને બચાવવા સખત પરિશ્રમ કરવા માંડ્યો. સાનુદેવની પત્ની કહેવા લાગી : “આ મહાસતીના પતિને સમુદ્રમાં ફેંકી દઇને, તેં ઘોર પાપ કર્યું છે. આ મહાસતીના શાપથી, હવે તું કે તારું વહાણ... કોઈ જ બચવાના નથી... ઉગ્ર કોટિનું પાપ તત્કાળ ફળ આપે છે. વહાણ ભાંગી જશે... આપણે સહુ સમુદ્રના તળિયે જઈને બેસીશું.” એ કલ્પાંત કરવા લાગી.
થોડી જ વારમાં એક ભયંકર કડાકો થયો.... વહાણ તૂટી પડ્યું. વહાણમાં ચીસાચીસ થઈ ગઈ. થોડી જ ક્ષણોમાં વહાણે જળસમાધિ લીધી. ડૂબતા વહાણનું એક પાટિયું મારા હાથમાં આવી ગયું અને એ પાટિયાને હું વળગી પડી... એ પાટિયું મને આ કિનારે લઈ આવ્યું. લગભગ પાંચ રાત મેં સમુદ્રમાં પસાર કરી હશે....'
આ બીજી વારનો અનુભવ થયો.' આપને પણ...”
હા, આપણને સમુદ્રયાત્રા અનુકૂળ નથી. બે વાર આપણને સંકટ આવ્યાં.'
કૃપાળુ માતા તપસ્વિનીની પરમકૃપાથી જ આ વખતે હું બચી ગઈ. એમણે મને આપેલો મંત્ર જ જપતી રહી હતી.”
વિલાસ, સાચું કહું તો આપણે આ રીતે અજાણ્યા વહાણમાં યાત્રા કરવી જ જોઈતી ન હતી. દુનિયામાં લોકો રૂપ અને રૂપિયા... પાછળ આંધળા થઈ જતા હોય છે. રૂપ અને રૂપિયા માટે જે કોઈ પાપ કરવું પડે, કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. ખરેખર તો એ સાર્થવાહ સાનુદેવ, તારા રૂપ ઉપર મુગ્ધ હતો... એના મનમાં તારા પ્રત્યે મોહ જાગ્યો હતો. એ તને મેળવવા ઇચ્છતો હતો. પરંતુ જ્યાં સુધી હું તારી સાથે હોઉં ત્યાં સુધી એ તને ના મેળવી શકે ને? એટલે મને તારી પાસેથી હટાવી દેવા, એણે મને સમુદ્રમાં ધક્કો દઈ દીધો. પરંતુ કુલપતિની દિવ્ય કૃપાથી, મને એક મોટું લાકડું મળી ગયું. એ લાકડાના સહારે હું આ કિનારે આવી ગયો. આપણા બંનેની રક્ષા, ખરેખર દિવ્ય તત્ત્વોએ જ કરી છે.'
નાથ, આ ક્યો પ્રદેશ હશે? અહીંથી આપણે ક્યાં જઈશું?
સુંદરી! આ પ્રદેશ ઓળખાયો નથી, અને આપણું ભવિષ્ય અનિશ્ચિત છે. આપણું ભાગ્ય આપણને જ્યાં લઈ જશે ત્યાં જવાનું છે.”
ક ક
990
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only