________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયો. મારી જમણી આંખ સ્ફુરાયમાન થવા લાગી.
સમુદ્રકિનારો લગભગ બે-ત્રણ કોશ લાંબો હતો. ખૂબ જ સ્વચ્છ કિનારો હતો. ઝીણી ઝીણી મુલાયમ રેતી પર હું ચાલતો રહ્યો. અનંત સાગર ત૨ફ જોતો જોતો હું આગળ વધી રહ્યો હતો. સાગરમાં ન કોઈ વહાણ દેખાતું હતું, ના કોઈ હોડી. કિનારા પર નાનાં-મોટાં છીપલાં પડ્યાં હતાં. નાના-મોટા પથ્થરો પડ્યા હતા.
લગભગ એક કોશ ગયા પછી, મને દૂરથી એક પાટિયું કિનારા પર પડેલું દેખાયું... ને એના પર કોઈ સૂતેલું હોય તેવું લાગ્યું. હું ઝડપથી ચાલ્યો... નજીક ગયો... ને આભો થઈ ગયો. પાટિયાને વળગીને વિલાસવતી જ પડેલી હતી, એનું અડધું શરીર પાણીમાં હતું. અડધું શરીર રેતી પર હતું. મેં એને સાચવીને ઉપાડી લીધી અને રેતી પર સુવાડી દીધી. પછી મારું ‘નયનમોહન’ વસ્ત્ર ખોલીને, એનાથી પવન નાખવા માંડ્યો. ધીરે ધીરે એણે આંખ ખોલી... એનું માંથુ મારા ખોળામાં હતું. તેણે આંખો ઊંચી કરી... મને જોયો... ને એકદમ બેઠી થઈ ગઈ... આશ્ચર્યથી એની આંખો પહોળી થઈ ગઈ... ‘નાથ? મારા પ્રાણનાથ...? તમે?’
‘હા, સુંદરી, જેવી રીતે હું બચી ગયો તેવી રીતે તું બચી ગઈ.’
તે મને ભેટી પડી... રડવા લાગી... રોતાં રોતાં કહેવા લાગી : ‘નાથ, જે બનવાકાળ હતું તે બની ગયું... આપ મને મળી ગયા એટલે બધું જ મળી ગયું.'
‘ચાલ, પહેલાં તને હું ફળાહાર કરાવું. સરોવરમાં પાણી પિવડાવું. હું વિલાસવતીને લઈને સરોવરિકનારે ગયો. તેને ત્યાં બેસાડીને, હું ફળો લેવા ગયો. નારંગીનાં અને ફણસનાં ફળ લઈ આવ્યો. વિલાસવર્તીએ ફળાહાર કર્યો. પાણી પીધું. એ સ્વસ્થ થઈ. મેં એને પૂછ્યું : ‘હું સમુદ્રમાં પડી ગયો, તે પછી વહાણમાં શું બન્યું?’
નાથ, એ દુષ્ટ સાનુદેવે આપને સમુદ્રમાં ધક્કો માર્યો હતો... એ એક નાવિક જોઈ ગયેલો. તેણે બૂમાબૂમ કરી મૂકી. હું મારા ખંડમાંથી બહાર આવી... સાનુદેવનો પરિવાર પણ બહાર આવ્યો... મને ખબર પડી ગઈ કે આપને સાનુદેવે સમુદ્રમાં ધક્કો મારી દીધો છે... હું કલ્પાંત કરવા લાગી... સાનુદેવની પત્ની... માતા અને પિતા... સહુ સાનુદેવને ફિટકાર આપવા લાગ્યાં. મેં પણ સમુદ્રમાં કૂદી પડવા પ્રયાસ કર્યો, પણ સાનુદેવની પત્નીએ મને પાછળ આવી, કમરમાંથી પકડી લીધી અને ઘસડીને એના ખંડમાં લઈ ગઈ. મને એણે ખૂબ આશ્વાસન આપ્યું... પ્રભાત થવાની તૈયારી હતી. સાનુદેવ હેબતાઈ ગયો હતો. એનાં માતા-પિતા જોરશોરથી એને ન કહેવાના કટુ શબ્દો કહેતાં હતાં.
મને એ વખતે, તપસ્વિની માતાએ આપેલો મંત્ર - ૐૐ નમઃ સિદ્ધમ્!' યાદ આવ્યો. હું પદ્માસને બેસી ગઈ, આંખો બંધ કરી અને મંત્રજાપ શરૂ કરી દીધો. એક ઘટિકા પછી સમુદ્રમાં તોફાન આવ્યું. આકાશ કાળાં-કાળાં વાદળોથી છવાઈ ગયું. શ્રી સમરાદિત્ય મહાકથા
99€
For Private And Personal Use Only