________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં તાપસી મદનમંજરીને પૂછ્યું : “હે ભગવતી, આપે કુલપતિને એ કન્યાના વિષયમાં પૂછીને એ કોણ છે – વગેરે જાણ્યું ખરું?”
હા, એ જ વાત હવે તને હું કહું છું.' કુલપતિને પૂછ્યું :
ભગવંત, આ કન્યા કોણ છે, એ સમુદ્રમાં તણાતી કિનારે કેવી રીતે આવી? અને એનું ભવિષ્ય કેવું છે?'
કુલપતિએ આંખો બંધ કરી. જ્ઞાનના આલોકમાં કન્યાના ભૂતકાળને જોયો... એનું ભવિષ્ય જોયું... પછી આંખો ખોલીને મારી સામે જોયું.
તપસ્વિની, આ કન્યા, તામ્રલિપ્તીના રાજા ઇશાનચંદ્રની પુત્રી વિલાસવતી છે...” વિલાસવતીનું નામ સાંભળતાં જ હું ગદ્દગદ થઈ ગયો... ને બોલી ઊઠ્યો : “એ વિલાસવતી છે? ઓહો.... મારું અનુમાન સાચું પડ્યું... અને મારું સ્વપ્ન પણ સાચું પડશે!'
તાપસીએ કહ્યું : “કુમાર, કુલપતિએ કહ્યું : પોતાના માની લીધેલા પતિ તરફના પ્રગાઢ સ્નેહના લીધે. એની આ દુર્દશા થઈ છે!' મેં પૂછ્યું : “ભગવંત, તો શું એ કુમારિકા નથી?'
ના, દેખીતી રીતે તે કુમારિકા છે, પરંતુ તેનામાં કૌમાર્ય રહેલું નથી!” આપ આમ શાથી કહો છો?”
તેણે, શ્વેતામ્બીનગરીના રાજકુમાર સનકુમારને પોતાનો પતિ માનીને, એની સાથે સ્નેહ સંબંધ બાંધ્યો છે. જોકે એની સાથે લગ્ન થયાં નથી.
મેં પૂછયું : “ભગવંત, શ્વેતામ્બીનો રાજકુમાર તામ્રલિપ્તીમાં ક્યાંથી આવી ચડ્યો?'
કુલપતિએ કહ્યું : “પિતાથી રિસાઈને તે એના મિત્ર સાથે તામ્રલિપ્તમાં આવેલો. રાજ ઇશાનચંદ્રનો પ્રીતિપાત્ર બનેલો.. તેને રહેવા માટે રાજાએ જુદો આવાસ આપેલો! વસંત ઉત્સવમાં રાજ કન્યાએ એને જોયો અને મોહિત થઈ. પછી મિલન થયું. પ્રેમ વધતો ચાલ્યો.
એ અરસામાં રાજાની રાણી (વિલાસવતીની માતા નહીં, બીજી રાણી અનંગવતી) સનકુમાર પર મોહિત થઈ.... પોતાના આવાસમાં બોલાવી, ભોગપ્રાર્થના કરી. કુમારે ના પાડી. રાણી રોષે ભરાણી. કુમાર પોતાના આવાસે ગયો. રાણીએ રાજાના
938
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only