________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિઘા ચાલી ગઈ હતી, તેમ આ કન્યાના જીવનમાં પણ કોઈ કરુણતા સર્જાઈ હશે... કુલપતિ પાસેથી હું બધું જ જાણી લઈશ.
દેવાનંદજીનો આ આશ્રમ... ખરેખર, જીવનમાં હારેલી, થાકેલી અને તિરસ્કૃત થયેલી કન્યાઓ... સ્ત્રીઓ અને વિધવાઓ માટે અપૂર્વ આશ્રયસ્થાન છે. દેવાનંદજીની કરુણા, એમનું વાત્સલ્ય... એમની અપ્રતિમ પ્રતિભા... એમનું દિવ્ય જ્ઞાન... આ બધુ અદ્વિતીય છે, અદ્ભુત છે. એમનાં નયનોમાંથી હંમેશાં કરુણાનું અમૃત વહેતું મેં જોયું છે. કોઈ વિકાર નહીં, કોઈ વાસના નહીં! નિર્વિકાર... વીતરાગ જેવા આ મહર્ષિ, એજ મનુષ્યને મળી શકે, કે જેનાં પ્રબળ પુણ્યોદય હોય. મને તો હજુ પણ એ વાતનું રહસ્ય સમજાયું નથી.... કે તેઓ નંદનવનમાં કેવી રીતે આવી ગયા? કે જ્યારે મારી ચારે બાજુ કરુણતા છવાઈ ગઈ હતી... એક બાજુ મારા પરમ પ્રિય પતિનો મૃતદેહ પડ્યો હતો... અને મારી આકાશગામિની વિદ્યા ચાલી ગઈ હતી! ઊગરવાનો કોઈ માર્ગ જડતો ન હતો. ત્યારે તારણહાર બનીને આ મહાત્મા ત્યાં આવી ચઢ્યા હતા! શું તેઓએ જ્ઞાનબળથી મારી સ્થિતિ જોઈ હશે? શા માટે જુએ? હું એમની કોઈ સગી તો હતી નહીં! માત્ર મારા પિતાના તેઓ પરમ આત્મીય મિત્ર છે! પરંતુ મારી કલ્પના એમને કેવી રીતે આવી હશે? મેં જ્યારે તેઓને પૂછ્યું... ત્યારે માત્ર સ્મિત ફરકાવીને વાત ટાળી દીધી છે. પછી પૂછ્યું જ નથી. અને અહીં આ આશ્રમમાં મને જે શાન્તિ... સમતા અને પ્રસન્નતા મળી રહી છે, તે રાજમહેલમાં પણ મળી ન હતી. રાજમહેલમાં ભૌતિક સુખના અસંખ્ય સાધનો જરૂર હતાં, પરંતુ આત્માની પ્રસન્નતા ક્યાં હતી?
હું મારા ખોળામાં સૂતેલી - નિશ્ચિત બનીને સૂતેલી કન્યાના સુંદર... ભોળા મુખ તરફ જોઈ રહી. એની મનોહર મુખાકૃતિ મારા વિરક્ત હૃદયને પણ આકર્ષિત કરતી. હતી.. ‘કેવા કેવા કોડ અને મનોરથ લઈને આ કન્યા નીકળી હશે? જરૂર સમુદ્રયાત્રામાં વિપ્ન આવ્યું હશે... કાં તો વહાણ ભાંગ્યું હશે.. અથવા કોઈએ એને સમુદ્રમાં ફેંકી દીધી હશે? એના ભાગ્યથી એના હાથમાં પાટિયું આવી ગયું હશે! તણાતી તણાતી એ કિનારે આવી ગઈ...
સારું થયું કે મેં એને જોઈ લીધી.... ને હું લઈ આવી. નહીંતર જો કોઈ દુષ્ટ જોઈ લીધી હોત તો એને ઉપાડી જાત.. એનું જીવન નષ્ટ થઈ જાત...'
એણે આંખો ખોલી... ને ઝટ બેઠી થઈ ગઈ! મેં આપને બહુ કષ્ટ આપ્યું, ભગવતી...' “ના, ના, મને ખૂબ પ્રસન્નતા આપી મારા ખોળામાં સૂઈ જઈને!' હવે તારે આશ્રમમાં ફરવું હોય તો ફર, હું કુલપતિ પાસે જઈશ.”
ગ્ર
એક
જ
શ્રી સમરાદિત્ય મહાકથા
933
For Private And Personal Use Only