________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(938)
સુલોચને હેમકુંડલને પૂછ્યું : ‘મિત્ર, તારા મિત્રનું વિશેષરૂપે આતિથ્ય કરવાનું છે શું?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘હા, મેં એને વાત નથી કરી, પરંતુ મારી એવી ઈચ્છા છે કે એને અહીંથી તું રત્નો આપ. સુવર્ણભૂમિની સ્વર્ણ-ઈંટો એની વહાણમાં ચાલી ગઈ છે... એની પ્રિયા પણ એ વહાણમાં ચાલી ગઈ છે...’
‘હેમ! તેં સારી વાત કરી. હું એને મૂલ્યવાન રત્નો આપીશ. જ્યારે એ રત્નોના જ પહાડ પર આવ્યો છે, ત્યારે એને રત્નો આપવાં જ જોઈએ. હું આપીશ રત્નો, પરંતુ એની પ્રિયા એને કેવી રીતે મળશે?’
‘એ કામ હું કરીશ. મેળવી આપીશ એની પ્રિયા!’
‘બહુ સરસ! હેમ, તું શ્રેષ્ઠ મિત્ર છે. મને તું શ્રેષ્ઠ મિત્ર મળ્યો છે...’
‘કુમાર, એણે મારા પર બહું મોટો ઉપકાર કરેલો છે.’ હેમકુંડલે બધી વાત કરી. સુલોચનને ધરણ પર પ્રેમ જાગ્યો. તેણે ધરણને થોડા દિવસ રોકાઈ જવાનો આગ્રહ કર્યો. એને ઉત્તમ જાતિનાં ઘણાં રત્નો આપ્યાં. ત્યાર પછી હેમકુંડલ અને ધરણે સુલોચનની અનુજ્ઞા લીધી. તેઓ આકાશમાર્ગે દેવપુર પહોંચ્યા.
દેવપુરની બહાર, સમુદ્રકિનારાથી થોડે દૂર એક અતિથિગૃહ હતું. હેમકુંડલે ધરણને કહ્યું : ‘મિત્ર, તું અહીં રહે તારી પ્રિયા તને અહીં મળશે. આ રત્નોનું સારી રીતે જતન કરજે. હું હવે અહીંથી મારા નગરે જઈશ,’ બંને મિત્રો ભેટ્યા. ધરણની અનુમતિ લઈ, હેમકુંડલ આકાશમાર્ગે ચાલ્યો ગયો.
ચીની વેપારી સુવદનનું જહાજ દેવપુર તરફ વહી રહ્યું હતું... સુવદને, લક્ષ્મીએ અને વહાણના બીજા માણસોએ પ્રત્યક્ષ જોયું હતું કે સુવર્ણદ્વીપની વ્યંતરીએ ધરણને ત્રિશૂળ મારી વીંધી નાખ્યો હતો અને એને ઉપાડી ગઈ હતી. સહુએ માની લીધું હતું કે ‘ધરણ' મરી ગયો.’
૯૦૪
સહુથી વધારે આનંદ લક્ષ્મીને થયો હતો. પરંતુ બહારથી તો તેણે પતિના મૃત્યુનો શોક પાળ્યો હતો. કલ્પાંત કર્યો હતો. ખાવા-પીવાનું છોડી દીધું હતું.
સુવદને તેને આશ્વાસન આપતાં કહ્યું : ‘હે સુંદરી, શોકનો ત્યાગ કર. આ દુનિયા જ એવી છે. દુનિયામાં આવું બધું બનતું હોય છે. મારો વૈભવ ચાલ્યો ગયો છે, તારે પતિનો વિયોગ થયો છે... વળી, એ શ્રેષ્ઠપુત્ર જેમ તારો પતિ હતો તેમ એ મારો
ભાગ-૨ * ભવ છઠ્ઠો
For Private And Personal Use Only