________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખરેખર, એ વ્યંતરી ક્રૂર હૃદયની છે. સારું થયું કે હું ત્યાં આવી ગયો. ખેર, હવે કહે, તારું હું શું પ્રિય કરું?
મિત્ર, તેં બધું જ કર્યું છે. મને એક જ વાતનું દુઃખ છે કે મારા વિના મારી પ્રિયા દુઃખી થતી હશે, મને એની સાથે મેળાપ કરાવી આપ. આપણે દેવપુર જઈએ તો એ કદાચ મળી જાય!'
ધરણ, અવશ્ય આપણે દેવપુર જઈશું. તારી પ્રિયા તને ત્યાં મળશે, પરંતુ એ પહેલા હું તને રત્નગિરિ ઉપર લઈ જાઉં છું. ત્યાં કિન્નરકુમાર સુલોચન મારો મિત્ર છે. તેને મળવાનું છે. તેને મળીને પછી, આપણે દેવપુર જઈશું...”
0 ૦ ૦ રત્નગિરિનો પ્રદેશ અત્યંત રમણીય હતો. શીતલ પવનથી કદલીવૃક્ષો મંદ મંદ ડોલી રહ્યાં હતાં. વનખંડોમાં યત્ર-તત્ર યક્ષો અને કિન્નરો પરિભ્રમણ કરી રહ્યાં હતાં. વિવિધ પક્ષીઓના મધુર કલરવથી વાતાવરણ પ્રફુલ્લિત લાગતું હતું. કિન્નરીઓનાં નૃત્યની સાથે મોર પણ નાચી રહ્યાં હતા. બંને મિત્રો ધીરે ધીરે એ પર્વત પર ચઢી રહ્યાં હતાં. ક્યાંક ક્યાંક સિંહોની ગર્જના સંભળાતી હતી, તો ક્યાંક ક્યાંક નાગનાગણનાં મિથુનો આનંદથી કીડા કરતાં દેખાતાં હતાં.
તેઓ રત્નશિખર પર પહોંચ્યા. ત્યાં હેમકુંડલે ધરણને દૂરથી સુલોચનનો મહેલ દેખાડ્યો. ચારે બાજુ નાનાં નાનાં કેળવૃક્ષો ઊગેલાં હતાં. મહેલની આગળના પ્રવેશદ્વારે નૃત્ય કરતી સુંદર પૂતળીઓ મૂકેલી હતી. ભીંતો પર આકર્ષક ચિત્રો દોરેલાં હતાં. સુશોભિત ગવાક્ષો હતાં અને તે ગવાક્ષોમાં બેસવા માટે મૂલ્યવાન વેદિકાઓ સ્થાપિત કરેલી હતી.
બંને મિત્રોએ મહેલમાં પ્રવેશ કર્યો. અત્યંત સ્વચ્છ ફરસ હતી. ફરસમાં વિવિધ વર્ણનાં રત્નો જડેલાં હતાં. યોગ્ય જગ્યાએ નાનાં નાનાં પુષ્પોના ક્યારા હતાં.
મહેલના મધ્ય ભાગમાં મુલાયમ ગાદી પર સુલોચન, પોતાની પત્ની ગંધર્વદત્તા સાથે વીણાવાદન કરી રહ્યો હતો. સુલોચને હેમકંડલને તથા ધરણને જોયા. તેણે વીણા બાજુએ મૂકી, ઊભો થયો, સામે ગયો અને હેમકુંડલને ભેટી પડ્યો.
‘તમારા બંનેનું સ્વાગત કરું છું. હેમકુંડલ, ઘણા સમય પછી તને હું યાદ આવ્યો.” પછી ધરણ તરફ જોઈને પૂછયું : 'મિત્ર, આ મહાનુભાવ કોણ છે?
આ મારો મિત્ર છે... સુવર્ણદ્વીપની પેલી વ્યંતરીએ એને ક્રૂરતાથી માર્યો હતો... હું જઈ પહોંચ્યો. છોડાવ્યો. હું અહીં આવતો જ હતો, તેને મારી સાથે લઈ આવ્યો. એણે મારા ઉપર ઉપકાર કરેલો છે.’ એમ કરીને ધરણનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો.
સહુએ સાથે ભોજન કર્યું. સુલોચને બંનેનું સારું આતિથ્ય કર્યું. શ્રી સમરાદિત્ય મહાકથા
c03
For Private And Personal Use Only