________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાની પાસેના ઔષધિવલયથી ધરણનો ઘા રુઝાવી દીધો. ધરણ ભાનમાં આવ્યો. તેણે હેમકંડલને ઓળખ્યો. બંને મિત્રો ભેટી પડ્યા. ધરણની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. હેમકુંડલે કહ્યું : મિત્ર, દેવીએ તને મુક્ત કરી દીધો છે...? પરંતુ તે અહીં કેવી રીતે આવી ચઢ્યો?
હું રત્નદ્વીપ પર જતો હતો, ત્યાં મેં તને અહીં જોયો... નીચે આવ્યો. દેવીને વિનંતી કરી, તને મુક્ત કરાવ્યો.”
હેમકુંડલ, શું વિજય બચી ગયો હતો?
હા, હું સમયસર પહોંચી ગયો હતો. ઔષધિવલયથી તેના ઘા રુઝાઈ ગયા હતા.. શ્રેષ્ઠીપુત્ર, આપણે અહીંથી વહેલામાં વહેલી તકે રત્નદ્વીપ તરફ પ્રયાણ કરીએ.' “જેવી તારી ઈચ્છા.' તું મારા ખભે બેસી જા, આપણે આકાશમાર્ગે જવાનું છે.'
ધરણની સાથે હેમકુંડલે ત્યાંથી ઉડ્ડયન કર્યું. કેટલાક સમયે તે બંને “રત્નસાર' નામના દ્વીપ ઉપર ઊતર્યા.
0 0 0. એ રમણીય દ્વીપ ઉપર ગંધર્વયુગલો મધુર ગીત ગાતાં હતાં. તેમની પાસે જ મૃગોનાં વૃંદ, ગીતશ્રવણમાં લીન બનીને, ઊભાં હતાં. સુગંધી પુષ્પોની સુવાસથી સમગ્ર વાતાવરણ સુવાસિત હતું. ઠેર ઠેર રમણીય સરોવરો હતાં. સરોવરોનાં નિર્મળ જળમાં હજારો રાજહંસ ક્રીડા કરતા હતા. જમીન પર પુષ્પો અને વેલો પથરાયેલી હતી. સોપારીનાં હજારો વૃક્ષોની પંક્તિઓ હતી. થોડા થોડા અંતરે લતાગૃહો હતાં. તે લતાગૃહોમાં વિદ્યાધર-દંપતીઓ સ્વચ્છંદપણે રતિક્રીડા કરી રહ્યાં હતાં. બીજી બાજુ હજારો ઊંચાં ચંદનવૃક્ષોની ઘટાઓ હતી. તે ઘટાઓમાં મદોન્મત્ત સેંકડ હાથીઓ અને હાથણીઓનાં ટોળાં મસ્તી કરી રહ્યાં હતાં. સમુદ્રતટ પર રહેલાં તમાલવૃક્ષની શ્રેણીમાં, સમુદ્રનાં પાણી આવતાં-જતાં હતાં. પુષ્પક્યારાઓમાં ભરાયેલાં પાણી પીતાં વિવિધ પક્ષીઓનાં વંદો કલરવ કરતાં હતાં.
એ રત્નદ્વીપની ચારે બાજુ સમુદ્રનાં પાણી લહેરાતાં હતાં. હેમકુંડલ અને ધરણ, એ દ્વિપના આમ્રવનમાં પહોંચ્યા. ભ્રમરોનાં ગુંજારવથી આમ્રવન મુખરિત બની ગયું હતું. બંને મિત્રો થોડી વાર એક વાવડીના કિનારે બેઠા. બે ઘડી વિશ્રામ કર્યો. આમ્રફળ લીધાં. હેમકુંડલે ધરણને કહ્યું: ‘મિત્ર, આપણે વાવડીમાં સ્નાન કરી, પછી ફળાહાર કરીએ.’
બંનેએ સ્નાન કરી ફળાહાર કર્યો. ફળાહાર કરતાં કરતાં હેમકુંડલે ધરણને પૂછ્યું : મિત્ર, તને પેલી વ્યંતરી ક્યાં અને કેવી રીતે ભેટી ગઈ?' ધરણે બધી વાત કરી.
EOS
ભાગ-૨ # ભવ છઠ્ઠુંઠો
For Private And Personal Use Only