________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનાવી, આ વહાણમાં ભરી... અપરાધ મારો છે. માટે હું જ તમારો બિલ બનું છું તમે મારો વધ કરી શકો છો...'
ત્યાર પછી ધરણે સુવદનને કહ્યું : ‘હે મિત્ર, આ મારી પત્નીને તું મારાં માતાપિતા પાસે પહોંચાડજે...'
દેવીએ કહ્યું : ‘જો તું મારો બલિ બનવા ઈચ્છતો હોય તો તું દરિયામાં કૂદી પડ... હું તને ગ્રહણ કરીશ....
લક્ષ્મી ખૂબ રાજી થઈ. ‘હાશ, આ દેવી એને ખાઈ જશે...' પછી ક્યારેય મારે એનું મુખ જોવું નહીં પડે!'
ધરણે આંખો બંધ કરી. હાથ જોડી, દેવગુરુને પ્રણામ કર્યા અને સમુદ્રમાં કૂદી પડ્યો. પડતાંની સાથે જ દેવીએ ત્રિશૂળથી એને વીંધી નાખ્યો અને ઉપાડીને સુવર્ણદ્વીપ ઉપર લઈ ગઈ.
સુવર્ણદ્વીપની દેવી સુવર્ણા ‘વાણવ્યંતર’ નિકાયની દેવી હતી. તેણે ખરેખર ધરણને ક્રૂરતાથી વીંધી નાખ્યો હતો. લાવીને તેને સમુદ્રના કિનારા પર નાખ્યો હતો, ત્રિશૂળના ઘામાંથી લોહી વહી ગયું હતું. ધરણ નિશ્ચેતન પડ્યો હતો. એનું મૃત્યુ નહોતું થયું, એટલું જ બાકી, એણે ભાન ગુમાવી દીધું હતું.
એ વખતે આકાશમાર્ગે વિદ્યાધરકુમાર હેમકુંડલ રત્નદ્વીપ ઉપર જઈ રહ્યો હતો. તે સુવર્ણદ્વીપ પરથી પસાર થતો હતો, તેની દ્રષ્ટિ દ્વીપ ઉપર ગઈ. તેણે ધરણને કિનારા પર ચત્તોપાટ પડેલો જોયો. ‘આ કોણ પુરુષ પડ્યો છે?' જિજ્ઞાસાથી તે કિનારા ઉપર ઊતરી આવ્યો, ધરણની પાસે ગયો... તરત જ એણે ધણને ઓળખ્યો.' ઓહો, આ તો એ જ શ્રેષ્ઠીપુત્ર ધરણ છે, કે જેણે મને ‘આકાશગામિની' વિઘા યાદ કરાવવામાં સહાય કરી હતી.
ત્યાં સુવર્ણાદેવી હાજર જ હતી. હેમકુંડલ એ દેવીને જાણતો હતો. દેવીને પણ હેમકુંડલ પર સ્નેહ હતો. હેમકુંડલે દેવીને પૂછ્યું : ‘આ બધું શું છે?'
'કુમાર, આ પુરુષે મારી આજ્ઞા વિના, આ દ્વીપમાંથી સોનાની ઈંટો બનાવી હતી અને વહાણ ભરીને, લઈ જતો હતો. મેં એને પકડયો... ત્રિશૂળથી વીંધ્યો અને અહીં લઈ આવી છું...’
‘અરે ભગવતી, આ તો મારો મિત્ર છે. મારો ઉપકારી છે. પરોપકારી શ્રેષ્ઠીપુત્ર છે. તું એને છોડી દે. હું એને સારો કરી, મારી સાથે લઈ જઈશ...’
પરંતુ એ મારો બિલ છે...’
‘એને તારે છોડવો પડશે... આપણા સંબંધની ખાતર પણ એને મુક્ત કરવો પડશે...' હેમકુંડલના અનુનય અને આગ્રહથી દેવીએ ધરણને મુક્ત કર્યો. હેમકુંડલે
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
E૦૧