________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષ્મીએ માની લીધું હતું કે, ‘ધરણ મધદરિયે ડૂબી ગયો છે.’ એ ખૂબ રાજી થઈ હતી. ‘ટાઢાં પાણીએ ખસ ગઈ.' માનીને તેણે ચીનના સુવદન સાથે સ્નેહની ગાંઠ બાંધી હતી. લક્ષ્મીને સુવદન ગમી ગયો હતો. સુવદનને લક્ષ્મી ગમી ગઈ હતી. અચાનક ધરણને વહાણ પર આવેલો જોઈને, લક્ષ્મી ડઘાઈ ગઈ હતી... એટલે એના મોઢામાંથી સ્વાગતનો એક શબ્દ પણ નીકળ્યો ન હતો. સરળ અને ભદ્રિક સ્વભાવવાળો ધરણ, લક્ષ્મીના સાચા રૂપને જાણી શક્યો ન હતો. લક્ષ્મીએ ધરણને લાડ કરતાં કહ્યું :
‘નાથ, તમારા વિરહની વેદનાએ, મને હચમચાવી મૂકી હતી... હું તો એમ માની બેઠી હતી કે મારું સૌભાગ્ય લૂંટાઈ ગયું... હું અનાથ બની ગઈ... મેં આ સાર્યવાહપુત્રને કહેલું કે તું મને મારાં સાસુ-સસરા પાસે માકંદીનગરી પહોંચાડી દે... બસ, જિંદગીભર હું તારો ઉપકાર નહીં ભૂલું...' બોલતાં બોલતાં લક્ષ્મી રોવા માંડી. ધરણે તેની પીઠ પર હાથ પસરાવતાં આશ્વાસન આપ્યું : ‘લક્ષ્મી, હવે શા માટે રડે છે? તને હું જીવો-જાગતો મળી ગયો છું ને! હજુ આપણાં ભાગ્ય જાગે છે. ભલે, વહાણમાં રહેલું ધન સમુદ્રમાં ડૂબી ગયું... મેં સુવર્ણદ્વીપ ૫૨ રહીને, આ દસ હજાર સોનાની ઈંટો બનાવી દીધી,’
‘નાથ, તમે આ સુવદનને એક લાખ સોનામહોરો આપવાનું કહ્યું, તે બહું સારું કર્યું. એણે કરેલા ઉપકારનો યત્કિંચિત બદલો વાળી શકાશે...'
દેવી, તારી ઈચ્છા વધારે સોનામહોરો આપવાની હશે તો વધારે આપીશ... મારા ઉપર પણ એણે ઉપકાર કર્યો છે ને? મને અને મારી સોનાની ઈંટોને એના વહાણમાં સ્થાન આપ્યું, એ પણ મોટો ઉપકાર છે...’
વહાણ કિનારાથી પાંચ યોજન દૂર સમુદ્રમાં પહોંચ્યું હશે... ધરણ અને લક્ષ્મીનો વાર્તાલાપ ચાલી રહ્યો હતો, ત્યાં અચાનક સમુદ્રમાં ખળભળાટ થયો... આકાશમાં વીજળી જેવો ચમકારો થયો... અને એક તીવ્ર કર્કશ સ્ત્રીનો અવાજ સંભળાયો... આકાશમાર્ગે એક કુરૂપ દેવી વહાણમાં ઊતરી આવી. તેના એક હાથમાં તીક્ષ્ણ કટારી હતી. બીજા હાથમાં ત્રિશૂળ હતું.
‘અરે દુષ્ટ સાર્થવાહપુત્ર, હું સુવર્ણદ્વીપની અધિષ્ઠાયિકા સુવર્ણાદેવી છું. મારી વિધિપૂર્વક ભક્તિ કર્યા વિના, મારી અનુજ્ઞા લીધા વિના, મારા દ્વીપનું સોનું લઈને ક્યાં જાય છે? નહીં જઈ શકે...' વહાણને દેવીએ થંભાવી દીધું. સુવદન વગેરે બધા જ, દેવીના રૌદ્ર સ્વરૂપને જોઈને, સ્તબ્ધ બની ગયા. ડરી ગયા. દેવીએ ત્રાડ પાડીને કહ્યું : ‘પહેલા મને પુરુષ-બલિ આપો. પછી જ તમે આ સોનાની ઈંટો લઈ જઈ શકશો. જો બલિ નહીં આપો તો આ સોના સાથે વહાણ દરિયામાં ડૂબાડી દઈશ.'
લક્ષ્મી થરથર ધ્રૂજવા માંડી.
ધરણે કહ્યું : ‘હે ભગવતી દેવી, સુવર્ણદ્વીપનાં તમે સ્વામિની છો, એ હું જાણતો ન હતો. આપની અનુજ્ઞા વિના, આપની પૂજા કર્યા વિના... મેં સોનાની ઈંટો
cod
ભાગ-૨ ૦ ભવ છઠ્ઠો
For Private And Personal Use Only