________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમુદ્રમાં નખાવી દો. મારી પાસે દસ હજાર સોનાની ઈંટોના સંપુટ છે. તે વહાણમાં ભરી દઈએ... કિનારે પહોંચીને, હું તમને એક લાખ સોનામહોરો આપીશ.”
સુવદને કહ્યું : “હે આર્ય, મારે સોનામહોરોની જરૂર નથી. તમારા જેવા સજ્જન પુરુષ મળ્યા, એ જ ઘણું છે...'
ઘર અને વહાણના માણસોએ હોડીમાં ઈટો ભરીભરીને, વહાણમાં પહોંચાડવા માંડી. બધી ઈંટો વહાણમાં પહોંચી ગયા પછી સુવદનની સાથે ધરણ પણ વહાણ પર પહોંચ્યો.
જેવો તે વહાણમાં પ્રવેશ્યો, તેણે લક્ષ્મીને જોઈ. લક્ષ્મીએ ધરણને જોયો. તે સફાળી બેઠી થઈ ગઈ... ધરણની સામે આવી. ધરણે હર્ષથી.. આશ્ચર્યથી... અને દુઃખથી પૂછ્યું : “અરે દેવી! તું અહીં આ વહાણમાં કેવી રીતે આવી? તને જોઈને, મળીને... મને અનહદ આનંદ થયો.” ઘરણે પાસે જ ઊભેલા સુવદનને કહ્યું : “સાર્થવાહપુત્ર, આ મારી પત્ની લક્ષ્મી છે.'
“એમ? તો તો મારું પરમ સૌભાગ્ય કે મારા વહાણમાં તમારું મિલન થયું!' સુવદને લક્ષમી સામે જોઈને ધરણને કહ્યું.
સાર્થવાહપુત્ર, મારું વહાણ મધદરિયે ભાંગી ગયું હતું. મારા હાથમાં કાષ્ટફલક આવી ગયેલું... તેના સહારે સમુદ્રમાં ઘસડાતો.... કુટાતો હું સુવર્ણદ્વીપ પર પહોંચી ગયો હતો...! ધરણે પોતાની સત્ય વાત કરી દીધી.”
લક્ષ્મીએ કહ્યું : “હે સ્વામીનાથ, મને પણ એક પાટિયું જ મળી ગયું હતું. એના સહારે તરતી તરતી, હું એક કિનારે પહોંચી. ત્યાં આ ઉપકારી સાર્થવાહપુત્રનું વહાણ ઊભું હતું. તેમણે મને જોઈ, હું તો મૂચ્છિત થઈ ગઈ હતી. તેમણે મારી મૂચ્છ દૂર કરી અને વહાણમાં લઈ ગયા. મને ભોજન કરાવ્યું. નવાં વસ્ત્ર પહેરવા આપ્યાં, અને કહ્યું : “તારા પતિ ના મળે ત્યાં સુધી તું આ મારા વહાણમાં જ રહે. તને અહીં કોઈ દુઃખ નહીં પડે...” બસ, ત્યારથી હું આ વહાણમાં છું. આ સાર્થવાહપુત્ર પરદેશી છે, પરંતુ મારી ખૂબ કાળજી રાખે છે, બહુ સજ્જન પુરુષ છે..”
ધરણે સુવદનને કહ્યું : “સુવદન, તમે મારી પ્રિયતમાની રક્ષા કરી. એની સારી સંભાળ રાખી... તે બદલ હું તમારો ખૂબ ખૂબ ઉપકાર માનું છું...'
શ્રેષ્ઠીપુત્ર, એમાં શાનો ઉપકાર માનવાનો? મારું કર્તવ્ય હતું. અને કર્તવ્યનું મેં પાલન કર્યું છે. હવે તમે બંને વાતો કરો, હું ભોજનનો પ્રબંધ કરાવું છું.'
સુવદન ચાલ્યો ગયો. વહાણ તીવ્ર ગતિથી દેવપુર તરફ વહી રહ્યું હતું. ધરણ અતિ પ્રસન્ન હતો. લક્ષ્મી અતિ વ્યથિત હતી.
શ્રી સમરાદિત્ય મહાકથા
૮cc
For Private And Personal Use Only