________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
ઘણે સમુદ્રમાં દૂર દૂર ક્ષિતિજ પર એક વહાણ જોયું. વહાણના માલિકે સુવર્ણદ્વીપના કિનારા પર ધ્વજ જોયો, ‘કોઈ વહાણ ભાંગી ગયું લાગે છે... ને સહાય માગે છે...' વહાણ કિનારા તરફ વળ્યું. ધરણને આશા બંધાણી. વહાણ થોડે દૂર ઊભું રહ્યું. તેમાંથી બે માણસો, વહાણ સાથે બાંધેલી હોડીમાં ઊતર્યા, હોડીને છૂટી કરી અને કિનારે આવ્યા. તેઓએ ધરણને કહ્યું :
‘હે મહાપુરુષ, તમને જે વહાણ દેખાય છે તે ચીન દેશના નિવાસી સાર્થવાહપુત્ર સુવદનનું છે. વહાણ દેવપુર તરફ જઈ રહ્યું છે, ત્યાં આ ધજા દેખાણી. ‘કોઈનું વહાણ ભાંગ્યું લાગે છે. ચાલો, આપણે કિનારા તરફ, એ ભાંગેલા વહાણના યાત્રિકોને સહાય કરીએ...' એટલે વહાણ આ બાજુ લાવ્યા છીએ. અમારા માલિકે આપને બોલાવ્યા છે. આપ હોડીમાં બેસી જાઓ.’
ધરણે પૂછ્યું : ‘વહાણમાં કર્યો માલ-સામાન ભર્યો છે?’
નાવિકોએ કહ્યું : ‘હે આર્ય, અમારા સાર્થવાહપુત્રે દૈવયોગે વૈભવ ગુમાવી દીધો છે. છતાં તેઓ હિંમત હાર્યા નથી... તેમણે વહાણમાં બહુ જ થોડો અને સામાન્ય કોટિનો માલ ભર્યો છે.’
ધરણે કહ્યું : ‘તો તમે એક કામ કરો, તમારા સાર્થવાહપુત્રને તમે અહીં લઈ આવો. મારે તેમની સાથે અગત્યની વાત કરવી છે.’
નાવિકોએ કહ્યું : ‘ભલે, અમે એમને વાત કરીએ છીએ.' નાવિકો હોડી હંકા૨ીને, વહાણ પાસે ગયા. વહાણમાં જઈને, તેમણે સાર્થવાહપુત્ર સુવદનને વાત કરી. સુવદનને વાત રુચિ. તેણે વહાણને કિનારા સુધી લઈ જવા નાવિકોને આજ્ઞા કરી. વહાણનાં લંગર ઉપાડવામાં આવ્યાં. વહાણ પાણી પર તરતું થઈ ગયું. કિનારાથી થોડે દૂર, ઊંડા પાણીમાં ઊભું રહ્યું. હોડીમાં બેસીને સુવદન કિનારે આવ્યો. ધરણે મધુર શબ્દોથી સ્વાગત કરી, આભાર માન્યો. ધરણે કહ્યું : ‘હે સાર્થવાહપુત્ર, મારે આપને એક વિશિષ્ટ પ્રયોજનથી કંઈક પૂછવું છે, આપ નારાજ નહીં થાઓ ને?’
સુવદને કહ્યું : ‘હે આર્ય! નારાજ થવાનું ના હોય. ખુશીથી પૂછો.’
ધરણે કહ્યું : ‘હે શ્રેષ્ઠી, તમારા વહાણમાં વેચવાલાયક માલ કેટલા મૂલ્યનો હશે?' સુવદને કહ્યું : ‘હું આર્ય, અત્યારે મારું ભાગ્ય પ્રતિકૂળ છે. મારો વૈભવ નાશ પામ્યો છે... છતાં નિરાશ થયા વિના, પુરુષાર્થ કરવાની ભાવનાથી, માત્ર એક હજાર સોનામહોરોની કિંમતનો માલ વહાણમાં ભરીને, દેવપુર તરફ જઈ રહ્યો છું.' ધરણે કહ્યું : ‘તમારો પુરુષાર્થ સફળ થશે. તમે તમારો જે માલ વહાણમાં છે તે
૮૯૮
ભાગ-૨ * ભવ છઠ્ઠો
For Private And Personal Use Only