________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જંગલમાંથી લાકડાં લાવીને તે સો ઈટો પર એવી રીતે ગોઠવતો કે આગ બધી જ ઈંટોને સ્પર્શ કરે. એ સ્પર્શથી જ માટી સોનું બનતી હતી. લાકડામાં ચમકના બે પથ્થરના ઘર્ષણથી આગ પ્રગટાવતો હતો. સો ઇંટો સોનાની બની જતી હતી.
કોઈ પણ જાતના વિઘ્ન વિના ધરણનું આ કાર્ય ચાલતું રહ્યું. સૂર્યાસ્થ પછી એ તાપણાથી તાપતો... વૃક્ષોની ઘટામાં પર્ણશય્યા બનાવી, તે સૂઈ જતો.
આ રીતે તેણે દસ હજાર ઈંટો બનાવી, ઈંટોના સંપુટ બનાવ્યા. તેને સંતોષ થયો. ભલે વહાણ ભાંગી ગયું અને વહાણમાં રહેલી સંપત્તિ દરિયામાં ડૂબી ગઈ, એનો જરાય પસ્તાવો એના મનમાં ન રહ્યો. માત્ર લક્ષ્મીનો વિરહ તેને વ્યાકુળ બનાવતો હતો. જ્યારે તેની સ્મૃતિ થઈ આવતી હતી ત્યારે.
તેણે, ઈંટો બની ગયા પછી, એ ઈંટોને ઉપાડી સમુદ્રના કિનારે લાવવા માંડી. સમુદ્રનાં પાણી પાસે ગોઠવવા માંડી. જેથી જ્યારે કોઈ વહાણ ત્યાં આવે ત્યારે તેમાં તરત જ ચઢાવી શકાય. થોડા દિવસોમાં તેણે દસ હજાર ઈંટોને કિનારે લાવી દીધી.
તેને આ એક જ કામ હતું. મનગમતું કામ હતું. એટલે થાક પણ ના લાગ્યો. સુવર્ણદ્વીપ પર આવી ચઢવાનું સાર્થક બની ગયું હતું. પરંતુ એના મનમાં એક વાતની ચિંતા હતી કે, અહીં કોનું વહાણ આવશે? એ વહાણ કેવા માણસનું હશે? સજ્જન હશે કે ડાકુ હશે? સોનાની ઈટો જોઈને એની બુદ્ધિ તો નહીં બગડે ને? કારણ કે સોનું જોઈને ભલભલા માણસો વિચલિત થઈ જતાં હોય છે. પરંતુ અહીં બીજો કોઈ ઉપાય જ નથી. ભાગ્યના ભરોસે જ વહાણમાં બેસવું પડશે. કદાચ આ ઈંટોમાંથી થોડી ઈંટો વહાણના માલિકને આપવી પડશે તો આપીને, એના મનનું સમાધાન કરીશ..”
ત્યાર પછી, તેણે એક વૃક્ષ પર લાકડું બાંધી, તેના પર ધજા લટકાવી. વહાણ ભાંગી જાય ત્યારે આ રીતે ધજા ફરકાવવામાં આવતી. એ ધજા જોઈને, કોઈ વહાણ સહાય કરવા આવી જતું. એવા કોઈ વહાણની પ્રતીક્ષા કરતો ધરણ ત્યાં રહ્યો.
જ ઃ જ
શ્રી સમરાદિત્ય મહાકથા
CGA
For Private And Personal Use Only