________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપત્તિઓ આવ્યાં જ કરે છે. મારી સંપત્તિ સમુદ્રમાં ડૂબી ગઈ, એનું મને દુઃખ નથી. જો પ્રિયતમા લક્ષ્મી બચી ગઈ હોય તો.”
તે વૃક્ષો પાસે પહોંચ્યો.
ભાગ્યયોગે ત્યાં અસંખ્ય કેળવૃક્ષો મળી ગયાં. ધરણે પેટ ભરીને કેળાં ખાધાં અને પાસે વહેતા ઝરણાનું પાણી પીધું. સૂર્યાસ્ત થયો અને સખત ઠંડી શરૂ થઈ ગઈ. આમેય ચોવીશ કલાક એ પાણીમાં ભીંજાયો હતો. તેને ખૂબ ઠંડી લાગવા માંડી. તેણે ચકમક પાષાણને ઘસી અગ્નિ પેટાવ્યો. તાપણું કર્યું. એકાદ ઘટિકા તાપીને, પર્ણશયા તૈયાર કરીને, દેવ-ગુરુનું સ્મરણ કરીને, તે સૂઈ ગયો.
જાગ્યો ત્યારે પૂર્વ દિશામાં સૂર્ય ઝગમગી રહ્યો હતો. તે ઝરણા પાસે ગયો. હાથપગ ધોયા. મુખ પર પાણી છાંટ્યું અને તે સ્વસ્થ થયો. પર્ણશય્યા પાસે આવ્યો. શાન્તિથી બેઠો. પાસે જ બુઝાઈ ગયેલું તાપણું જોયું. તે જોતો જ રહી ગયો. તેને ખૂબ આશ્ચર્ય થયું... જે જે ભૂમિભાગને અગ્નિનો સ્પર્શ થયો હતો, એ ભૂમિભાગ સુવર્ણમય બની ગયો હતો. ધરણ ઊભો થયો. એણે કાળજીપૂર્વક એ રેતીને હાથમાં લઈને જોઈ. પથ્થરના ટુકડાઓ કે જે સુવર્ણ બની ગયા હતા, તે જોયા. તેણે મનોમન નિર્ણય કર્યો : “જરૂર આ ધાતુક્ષેત્ર છે. સુવર્ણદ્વીપ છે... શું મારું ભાગ્ય મને અહીં લઈ આવ્યું? મરણતોલ કષ્ટ આપ્યા પછી મને કુબેરનો ભંડાર આપી દીધો? અહો, ભાગ્યના કેવા ખેલ છે! અહીં હું સુવર્ણની ઈંટો બનાવીશ. અહીં પીવા માટે પાણી છે. ખાવા માટે ફળ છે... સૂવા માટે વૃક્ષઘટા છે. સમગ્ર પ્રદેશ નિરાપદ છે. અગ્નિ પેટાવવા માટે ચકમકના પથ્થર છે અને સળગાવવા માટે સૂકાં લાકડાં પણ છે! બધી જ સામગ્રી તૈયાર છે. હા, ઇંટો બનાવવા માટે માટીની તપાસ કરવી પડશે. કારણ કે મારે ઈંટો જ બનાવવી પડશે. તો જ અહીંથી લઈ જવી, મને ફાવશે. જેટલી માટી મળશે તેટલી ઈંટો બનાવીશ. અહીં મારે બીજું કોઈ કામ પણ શું છે? પહેલા હું માટીની તપાસ કરું.'
તેણે પેટ ભરીને, કેળાં ખાધાં, ઝરણાનું પાણી પીધું અને માટીની તપાસ કરવા નીકળી પડ્યો. ઝરણાના કિનારે કિનારે તે ચાલતો રહ્યો. લગભગ એક ફલાંગ ચાલ્યો હશે, ત્યાં તેણે એક તળાવ જોયું. તળવામાં પાણી હતું, પરંતુ છીછરું પાણી હતું. પુષ્કળ માટી હતી. તેને ઈંટો બનાવવા જેવી માટી જોઈએ તેવી જ માટી હતી. ધરણ રાજી થઈ ગયો. તેણે એ તળાવની પાળ ઉપર જ ઈંટો બનાવવાનો નિર્ણય કર્યો.
પ્રતિદિન તેણે એક સો ઈંટો બનાવવા માંડી. દરેક ઈટ ઉપર તેણે “ધરણ' શબ્દ આંગળીથી ખોતરીને લખ્યો. બે બે ઈંટોનો સંપુટ બનાવવા માંડ્યો. એવી રીતે સંપુટ બનાવ્યા કે એનું નામ બહાર ના દેખાય, અંદરની બાજુ રહે. જ્યારે કોઈ બે ઈંટોને જુદી પાડે ત્યારે જ નામ વંચાય. CES
ભાગ-૨ # ભવ છેહઠો
For Private And Personal Use Only