________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપી. તેણે સમુદ્રકિનારે જઈને, એક વહાણ ભાડે નક્કી કર્યું. ચીન દેશમાં સારા નફાથી વેચાઈ જાય તેવો માલ ખરીદીને, વહાણમાં ભર્યો.
લક્ષ્મીને તેણે ચીન દેશની યાત્રા અંગે વાત કરી. એને વાંધો હતો જ નહીં. એ રાજી થઈ. ‘પરદેશમાં આને મારી નાખવાની તક જલદી મળશે...' એની આ એક જ લેશ્યા હતી.
બધી તૈયારીઓ થઈ ગઈ.
ધરણે અને લક્ષ્મીએ દેવની પૂજા કરી. ગુરુજનોની સ્મૃતિ કરી, ભાવથી પૂજા કરી, અને વહાણના નાવિકે વહાણ સમુદ્રમાં તરતું મૂક્યું. મધ્યાહ્નસમયે અનુકૂળ પવન તીવ્ર ગતિથી ફૂંકાવા લાગ્યો. વહાણ તીવ્ર ગતિથી ગંતવ્ય દિશામાં વહેવા લાગ્યું.
કેટલાંક દિવસોમાં વહાણે અડધો રસ્તો કાપી નાખ્યો, પરંતુ એક દિવસ મધ્યાહ્નસમયે પ્રચંડ વાયુ શરૂ થયો. સમુદ્ર ખળભળી ઊઠ્યો. ઊંચા ઊંચા મોજાં ઊછળવાં લાગ્યાં. વહાણ પણ ઊછળીઊછળીને પછડાવા લાગ્યું. નાવિકોએ વહાણને સ્થિર કરવા મરણિયા પ્રયાસો કરવા માંડ્યા. વહાણનો સઢ સંકેલી લીધો. સમુદ્રમાં લંગરો નાખ્યાં... છતાં વહાણ સ્થિર ના થયું.
તોફાન વધતું જતું હતું. દિશાઓ અંધકારમાં ડૂબી ગઈ.
મુશળધાર વરસાદ શરુ થઈ ગયો. સમુદ્ર ગાંડો બનીને, ઊછળવા લાગ્યો...
અને એક પ્રચંડ ધડાકા સાથે વહાણ ભાંગીને ભુક્કો થઈ ગયું... દરિયો વહાણના ભંગારને ગળી ગયો... પરંતુ ધરણના હાથમાં, તૂટેલા વહાણનું એક પાટિયું આવી ગયું. તેણે પાટિયું પકડી લીધું, સમુદ્રનાં મોજાંઓ સાથે ધરણ પણ ઊછળવા લાગ્યો. પવનની દિશામાં એ તણાવા લાગ્યો. આંખો બંધ કરીને, પાટિયાને છાતીસરસું સજ્જડ પંકડીને... જરાય ભયભીત બન્યા વિના, તે તણાતો રહ્યો. એક દિવસ અને એક રાત સુધી તણાતો રહ્યો, અથડાતો રહ્યો... કુટાો રહ્યો...
એક પ્રભાતે મોજાઓએ એને એક કિનારા પર ફેંકી દીધો. એકાદ ઘટિકા સુધી એ મૂ‰િત અવસ્થામાં કિનારે પડ્યો રહ્યો. તેની મૂર્છા દૂર થઈ. તેણે વિશાળ નિર્જન સમુદ્રતટ જોયો. દૂર દૂર તેણે વૃક્ષપંક્તિઓ જોઈ. તે ક્ષુધા અને તૃષાથી વ્યાકુળ થયો હતો. ધીરે ધીરે તે વૃક્ષપંક્તિઓ તરફ ચાલ્યો. તેના દુર્ભાગ્યે સર્જેલી કરુણ સ્થિતિથી તે વ્યથિત થયો હતો... તેને લક્ષ્મીની સ્મૃતિ થઈ આવી. ‘મારી પ્રિયતમાનું શું થયું હશે? એ શું સમુદ્રમાં ડૂબી ગઈ હશે? કે મારી જેમ એને પણ આવું કોઈ પાટિયું હાથમાં આવી ગયું હશે? ખરેખર, મારા જીવનમાં આવાં વિઘ્નો... કષ્ટો...
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૮૯૫