________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી નાખવાનો. હું એવી તક ઝડપી લઈશ..' બસ, આ એક જ કારણ હતું, ધરણ સાથે વિદેશયાત્રામાં જવાનું. અતિ આગ્રહ હોવાથી, ધરણે એને સાથે લઈ જવાનું નક્કી કર્યું.
નગરમાં લોકોને ખબર પડી કે “ધરણ વિદેશયાત્રાએ જાય છે. ધરણને મળવા હજારો લોકો આવવા લાગ્યા. શુભકામનાઓ આપવા લાગ્યા... “કુમાર, તમે કુબેરનાં ભંડાર લઈને આવજો... આ દેશની દરિદ્રતા તમે જ દૂર કરી શકશો..”
માકેદીનગરમાં લોકોને જાણ થઈ ગઈ કે “શ્રેષ્ઠીપુત્ર ધરણ મોટા સાથે સાથે, પૂર્વસમુદ્રના કિનારે વૈજયંતીનગરે જાય છે.” સાર્થમા અનેક મોટા વેપારીઓ પણ જોડાયા કારણ કે સહુને ખબર હતી, ગત વિદેશયાત્રામાં ધરણ સાથે ગયેલાં વેપારીઓ ખૂબ સારી કમાણી કરીને, આવ્યા હતા.
માતા-પિતાના આશીર્વાદ લઈને, ધરણે વિશાળ સાથે સાથે પ્રયાણ કર્યું. કોઈ પણ જાતના વિપ્ન વિના તેઓ બે મહિને વૈજયંતીનગરે પહોંચ્યા. નગરની બહાર એક ઉદ્યાનની પાસેના પ્રદેશમાં તેમણે તંબૂઓ તાણ્યા. એ નગરનો નિયમ હતો કે જે કોઈ બહારના વેપારીને આ નગરમાં આવીને, વેપાર કરવો હોય તેણે રાજાની અનુમતિ લેવી પડતી. એ કાળે લગભગ બધાં નગરોમાં આ નિયમ પ્રવર્તમાન હતો.
ધરણે સ્વર્ણથાળમાં મૂલ્યવાન રત્નો લીધાં અને સાથે ચાર વેપારીઓને લીધા. તે રાજસભામાં ગયો. મહારાજાને નમન કરી, પોતાનો પરિચય આપ્યો અને સ્વર્ણથાળ અર્પણ કર્યો. રાજાએ પણ ધરણનું સન્માન કર્યું. તેને અને સાર્થના વેપારીઓને વેપાર કરવાની અનુમતિ આપી.
ધરણે નગરમાં એક હવેલી ભાડે લઈ લીધી. બજારમાં એક દુકાન ભાડે રાખી લીધી. પોતે લાવેલ માલ તેણે વેચવા માંડ્યો. થોડા દિવસોમાં જ માલ વેચાઈ ગયો. કારણ કે વૈજયંતીનગર બંદર હતું. દેશ-વિદેશનાં વહાણો સમુદ્રકિનારે આવતાં-જતાં રહેતાં હતાં. પરદેશીઓએ ધરણનો માલ ઘણો ખરીદ્યો હતો. તેથી ધરણને વિચાર આવ્યો કે વિદેશમાં, એમાંય ચીન દેશમાં વેપારની સારી તકો રહેલી છે. હું ચીન જાઉં. અહીંથી મને વહાણ પણ મળી જશે. ચીનમાં હું કડો સોનામહોરો કમાઈ શકીશ.'
વૈજયંતીમાં પણ એક કોડ સોનામહોરો કમાયો. સાથેના વેપારીઓ પણ સારું કમાયા. ધરણે તે સહુને કહ્યું : “તમે અહીંથી પાછા સ્વદેશ જાઓ. હું અહીંથી ચીન દેશમાં જઈશ. સમુદ્રમાર્ગે જઈશ. છતાં તમારે કોઈને આવવું હોય તો આવી શકો છો.' કોઈ વેપારી સાથે જવા તૈયાર ના થયો. ધરણે સાથેના વેપારીઓને વિદાય
ભાગ-૨ # ભવ છઠ્ઠઠો
૮૯૪
For Private And Personal Use Only