________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેની બુદ્ધિનો પણ વિકાસ થાય છે. ધનવાન પુરુષ પરોપકાર કરી શકે છે... સ્નેહીસ્વજનોના મનોરથ પૂર્ણ કરી શકે છે, અને એ રીતે તે આનંદ મેળવી શકે છે. જોકે મારા પિતાજી પાસે અખૂટ ધનસંપત્તિ છે... પરંતુ મારે એ ના જોઈએ. હું મારા પોતાના પુરુષાર્થથી જ ધનાર્જન કરું, એ માટે મારે પરદેશ જવું જોઈએ... માતાપિતાની અનુમતિ મેળવી... હું શીઘ્ર પરદેશ જાઉં... જોકે માતા-પિતા જલદી અનુમતિ નહીં આપે... તેમનો મારા પ્રત્યે અત્યંત સ્નેહ છે... છતાં તેઓ મારી ઈચ્છાને તોડશે નહીં...’
ધરણને લક્ષ્મીનો વિચાર આવ્યો. ‘લક્ષ્મીને પરદેશ જવાની વાત કરું, પરંતુ આ વખતે તેને મારી સાથે ના લઈ જાઉં... પરદેશમાં સ્ત્રી બંધનરૂપ બને છે... ગઈ વિદેશયાત્રામાં કેવાં કષ્ટો આવ્યાં? અને કેવી કેવી વેદનાઓ સહવી પડી હતી? પરંતુ એને મારા પર અતિ રાગ છે... એટલે સાથે આવવાનો આગ્રહ કરશે જ...'
કેટલાક દિવસો સુધી, ધરણ આ વિચારો કરતો રહ્યો. પરદેશયાત્રા માટેની રૂપરેખા તૈયાર કરતો રહ્યો. એક દિવસ તેણે પિતા બંધુદત્તને વાત પણ કરી દીધી. માતા હારપ્રભાને પણ વાત કરી. માતા-પિતા બંનેએ ધરણને કહ્યું :
‘પુત્ર, શા માટે હવે પરદેશ જવું જોઈએ? આપણી પાસે કુબેરનો ભંડાર છે. તારો જ છે એ ભંડાર, તારે જે દાન - પરોપકાર કરવાં હોય તે કરી શકે છે. આપણી મોટી પેઢી છે... તેનો વહીવટ પણ સંભાળી લે... હવે તું અમારી પાસે જ રહે, એ અમને 212...
ધરણે વિનયથી... વિનમ્રતાથી કહ્યું : ‘આપ કહો છો એ ઉચિત છે. પરંતુ તેથી મારા મનને સંતોષ નહીં થાય. પરદેશમાં પરિભ્રમણ કરી, પોતાના પુરુષાર્થથી ધનાર્જન કરવાની મારી ઈચ્છા છે. પ્રબળ ભાવના છે. પરદેશમાં પરિભ્રમણ કરવાથી અનેક અનુભવો પણ પ્રાપ્ત થાય છે. જોકે પરદેશમાં અનેક આપત્તિઓ પણ આવે છે... મને મારી પ્રથમ વિદેશયાત્રામાં સારા-નરસા અનેક અનુભવો થયા છે. અનેક વાર મૃત્યુના મુખમાં ગયેલો પાછો આવ્યો છું. છતાં મને એ બધા અનુભવોના અંતે ખૂબ આનંદ મળ્યો છે. માટે મને અનુમતિ આપવા કૃપા કરો.’
માતા-પિતાએ અનુમતિ આપી.
લક્ષ્મીએ ધ૨ણની સાથે જવાનો આગ્રહ કર્યો. તેના વિચારો જુદી દિશામાં દોડી રહ્યા હતા. પહેલી વિદેશયાત્રામાં ધરણનું મૃત્યુ ના થયું - તેનો પારાવાર ખેદ હતો એના મનમાં... અનેક વાર મૃત્યુના મુખમા ગયેલો ધ૨ણ, જીવતો પાછો આવ્યો હતો, એ વાત લક્ષ્મીને ગમી ન હતી. એ ઈચ્છતી હતી કે ધરણ કોઈ પણ ઉપાયે મરે. એના પૂર્વજન્મોના સંસ્કારો જ એમાં કારણભૂત હતા.
છતાં લક્ષ્મી બહારથી ‘પ્રેમભરી પત્ની’નો સુંદર અભિનય કરી રહી હતી. એણે વિચાર્યું કે, ‘આ બીજી વિદેશયાત્રામાં મને જરૂર અવસર મળી જશે, ધરણને ખતમ શ્રી સમરાદિત્ય મહાકા
763
For Private And Personal Use Only