________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
GE
સાર્થ સાથે ધરણ માકંદીનગરીમાં આવી પહોંચ્યો. તેણે નગરીની બહાર ઉદ્યાનમાં પડાવ નાખી, માતા-પિતાને સમાચાર મોકલ્યા. માતા-પિતાએ મહાજનને જાણ કરી. સહુ આનંદિત થયા. મહાજને ધરણની સંપત્તિને જોઈ. ગણતરી કરી. તેની સંપત્તિ સવા કરોડ સોનામહોરની હતી
ધરણે નગરપ્રવેશ કર્યો. પોતાની હવેલીમાં પહોંચ્યો. પહેલા એણે મહાજને આપેલું, પાંચ લાખ દ્રવ્ય મહાજનને પાછું આપી દીધું.
પંદર દિવસ પછી દેવનંદી પણ પરદેશથી આવી ગયો. તેણે પણ નગરની બહાર મુકામ કર્યો. મહાજન ત્યાં ગયું. એની બધી સંપત્તિની ગણના કરી. તેની સંપત્તિ પચાસ લાખ સોનામહોરોની થઈ.
મહાજને કહ્યું : “વત્સ, તારી સંપત્તિ અડધો ક્રોડ સોનામહોરોની છે, જ્યારે ધરણની સંપત્તિ સવા કોડ સોનામહોરોની થઈ છે.' દેવનંદી ભોંઠો પડી ગયો, પરંતુ ધરણે એને આદરથી બોલાવ્યો. તેની લજ્જા દૂર કરી.
થોડા દિવસો પછી મદન-ત્રયોદશીનો મહોત્સવ આવ્યો. નગરશેઠે ધરણની હવેલીમાં આવીને કહ્યું : “વત્સ, રથને જડ અને નગરની બહાર નીકળ.”
ધરણે કહ્યું : હે પૂજ્ય, એવી બાલક્રીડા નથી કરવી... હું અને દેવનંદી એક જ રથમાં બેસીને ઉદ્યાનમાં જઈશું.” નગરશેઠ હર્ષિત થઈ ગયા. નગરમાં સર્વત્ર ધરણની પ્રશંસા થઈ. ધરણે પરોપકારનાં અનેક કાર્યો કરવા માંડ્યાં. તેના પિતા બંધુદત્તે કહ્યું : “વત્સ, તારું કમાવેલું ધન, બધું જ પરોપકારમાં વાપરી નાખ. મારી પાસે વિપુલ ધનસંપત્તિ છે જ, કે જે તારી છે. આપણી સાત પેઢી સુધી ચાલે એટલું ધન છે.'
પિતાનું પ્રોત્સાહન મળવાથી, ધરણે દીન-અનાથ અને અપંગ લોકોને ખુબ દાન આપવા માંડ્યું. ધર્મકાર્યો પણ કર્યાં. લક્ષ્મી સાથે યથેચ્છ વૈષયિક સુખો પણ ભોગવ્યાં.
બે વર્ષમાં પોતાનું કમાવેલું બધું જ ધન વપરાઈ ગયું ત્યારે ધરણે વિચાર કર્યો : ઉત્તમ કુળમાં જન્મેલા પુરુષે ત્રણ પુરુષાર્થનું સેવન કરવું જોઈએ... ધર્મ, અર્થ અને કામ, ત્રણ પુરુષાર્થ કરવા જ જોઈએ. હું કોઈ સર્વત્યાગી સાધુ નથી ગૃહસ્થ છું. ત્રણ પુરુષાર્થમાં ગૃહસ્થ માટે મુખ્ય પુરુષાર્થ અર્થપુરુષાર્થ છે. અર્થથી ધર્મપુરુષાર્થ અને કામપુરુષાર્થ સિદ્ધ કરી શકાય છે.
વળી, ધનવૈભવ તો મહાદેવતા છે. ધનવૈભવથી પુરુષનું ગૌરવ વધે છે. દુનિયા એનું બહુમાન કરે છે, પૂજા કરે છે. ધનવાન પુરુષ સૌભાગ્યશાળી કહેવાય છે. એ
જ્યાં જાય ત્યાં પોતાનો પ્રભાવ વિસ્તારે છે. તે કુળવાન અને રૂપવાન ગણાય છે. ૮૯૨
ભાગ-૨ # ભવ છઠ્ઠઠો
For Private And Personal Use Only