________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પલ્લીનાં સ્ત્રી-પુરુષો આનંદથી નાચવા લાગ્યાં. સહુ ત્યાંથી વિખરાયાં.
૦ ૦ ૦ સંધ્યા સમયે ધરણ અને પલ્લીપતિ, પલ્લીના બહારના પ્રદેશમાં પરિભ્રમણ કરવા નીકળ્યા. ધરણે પલ્લી પતિને કહ્યું :
કાલસેન, તમારા માણસો લૂંટફાટ કરીને, વર્ષમાં કેટલું ધન મેળવે છે?' “જીવવા પૂરતું! કંઈ બચતું નથી...'
“એટલું ધન જમીનની ખેતી કરીને, ના મેળવી શકાય? તો આવી લૂંટફાટ ના કરવી પડે અને સજ્જનની જિંદગી જીવી શકાય. હું એમ ઈચ્છું છું કે હવે તમે કોઈ પણ મનુષ્યને દુઃખી ના કરો. અટવીનો માર્ગ ભય વિનાનો થઈ જાય. તમારી પલ્લી, યાત્રિકો માટે. સાર્થ માટે વિસામો બની જાય... અને તમે એક રાજા તરીકે પ્રસિદ્ધ થાઓ..'
પલ્લીપતિને ધરણની વાત ગમી. ધરણે આગળ વધીને કહ્યું : “મહાપુરુષ, મારા પાસે ઘણી સંપત્તિ છે. એક ક્રોડ જેટલું ધન કમાઈને, હું મારા નગર માર્કદી જઈ રહ્યો છું. મારી તમને વિનંતી છે કે તમે તેમાંથી જોઈએ તેટલું ધન ગ્રહણ કરી, પલ્લીમાં પાકાં ઘર બંધાવો. કૂવા ખોદાવો. ખેતી કરવા માટે સાધનો વસાવો...”
“ના, ના, એ વાત ન કરશો. અમે મહેનત કરીને કમાઈશું. તમારું ધન મારાથી લેવાય નહીં, મારે તો આપવાનું હોય. તમે કરેલા ઉપકારોનો બદલો હું કેવી રીતે વાળી શકું? એ વિચાર હું કરી રહ્યો છું.”
મહાપુરુષ, તમે હિંસાનો ત્યાગ કરીને, એ બદલો વાળી જ દીધો છે. એનાથી વધીને મારે બીજું કંઈ જોઈતું નથી. એક જ મારી ઈચ્છા છે કે હું પલ્લીના દરેક પરિવારને એક એક હજાર સોનામહોરો આપું, આપ મને અનુમતિ આપો...”
પલ્લીપતિ ના ન પાડી શક્યો. ધરણે પલ્લીમાં દરેક પરિવારને એક એક હજાર સોનામહોરો આપી અને એનો ઉપયોગ કેવી રીતે કરવો, એ પણ સમજાવ્યું.
બે દિવસમાં દેવીનું મંદિર શુદ્ધ થઈ ગયું. આસપાસનો પ્રદેશ પણ સ્વચ્છ થઈ ગયો. ધરણ પલ્લીપતિ સાથે મંદિરે ગયો. પલ્લીપતિએ સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી, પુષ્પ-ચંદન આદિ દ્રવ્યોથી પૂજા કરી. ધરણે દેવીના ગળામાં સ્વર્ણહાર પહેરાવી દીધો.
ઘર પલ્લીમાં આવીને, પોતાના સાર્થના પુરુષોને, તેમની સંપત્તિ આપીને, વિદાય કર્યા. પલ્લીપતિના અતિ આગ્રહથી, તે થોડા દિવસ વધારે પલ્લીમાં રોકાયો. પલ્લીપતિએ ધરણની ખૂબ આગતા-સ્વાગતા કરી.
એક દિવસે લક્ષ્મી સાથે ધરણે માકંદીનગરી તરફ પ્રયાણ કર્યું.
શ્રી સમરાદિત્ય મહાકથા
૮૧
For Private And Personal Use Only