________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્ર હતો ને! થોડા દિવસોમાં પણ અમારી મૈત્રી કેવી ગાઢ થઈ ગઈ હતી? મને પણ મિત્રના વિયોગનું ઘણું દુઃખ છે...'
લક્ષ્મીએ ગદ્દગદ સ્વરે કહ્યું : “જોકે તમે છો એટલે મને ચિંતા કોઈ નથી. હું તમારામાં ધરણનાં જ દર્શન કરું છું..”
‘દેવી, તમે નિશ્ચિત રહો. હું તમને, તમે કહેશો ત્યાં પહોંચાડીશ. અને આ સુવર્ણની ઈંટો પણ તમને જ આપીશ.”
લક્ષ્મી આનંદિત થઈ. રોવાનું નાટક બંધ કર્યું. સુવદનને રિઝવવાનું નાટક શરૂ કર્યું. કેટલાક દિવસ સુધી સુવદન સંયમમાં રહ્યો. તેના મનમાં વિચારોનું ધમસાણ ચાલતું રહ્યું : “આ લક્ષ્મી મને ચાહે છે. સાચા દિલથી ચાહે છે. હું સમજું છું, એ મને આકર્ષવા શરીરના ભિન્ન ભિન્ન અંગમરોડ કરે છે. કટાક્ષ ફેંકે છે... ક્યારેક મને સ્પર્શ કરે છે. મારો હાથ પકડે છે. પરંતુ “આ મિત્રપત્ની છે.” એમ સમજી, મેં એને મારું દિલ આપ્યું નથી. આલિંગન આપ્યું નથી. એના પ્રેમનું આમંત્રણ સ્વીકાર્ય નથી.
પરંતુ હું આ ભૂલ કરું છું. મારે અને એને શો સંબંધ છે? શા માટે એનાથી દૂર રહેવું? એને પત્ની બનાવું તો આ દશ હજાર સોનાની ઈટો મારી થઈ જાય, મારી દરિદ્રતા દૂર થઈ જાય. હું નવો ધંધો કરી શકું... ધરણ કંઈ મારો સગો તો હતો નહીં. અરે, સગો ભાઈ હોય તો પણ શું? આવી યુવાન સ્ત્રી જીવનભર બ્રહ્મચર્ય તો પાળી શકે નહીં. વળી, મારે એના ઉપર ક્યાં બળાત્કાર કરવો છે? એ સ્વેચ્છાએ મારી સાથે ભોગસુખ ભોગવવા ઈચ્છે છે... બસ, હવે હું એની ભોગપ્રાર્થનાનો સ્વીકાર કરીશ.. લક્ષ્મી મારી પત્ની બનશે. સોનાની ઈંટો મારી બનશે...'
લક્ષ્મી તો સુવદનને ચાહતી જ હતી. બંને વચ્ચે પતિ-પત્નીનો સંબંધ સ્થાપિત થઈ ગયો. સોનાની ઈટો પર પોતાનું સ્વામિત્વ સ્થાપી દીધું.
એનું વહાણ એક દિવસ દેવપુરના કિનારે આવી લાગ્યું.
દેવપુરના બાહ્ય પ્રદેશમાં, અતિથિગૃહમાં થોડા દિવસ રહીને, ધરણ નગરમાં ગયો. તેણે વિચાર્યું : “નગરમાં એક ઘર લઈને રહું. જેવી લક્ષ્મી મળે ત્યારે ઘર શોધવા ના જવું પડે. અને પોતાનું ઘર હોય તો રત્નો પણ સુરક્ષિત રહે.” દેવપુરના ઊભા બજારમાંથી, તે પસાર થવા લાગ્યો. બજારમાં હજુ ભીડ જામી ન હતી. દુકાનો ખોલીને વેપારીઓ બેઠા હતા.
એક દુકાન આગળ જઈને, ધરણ ઊભો રહ્યો. દુકાનમાં સ્વચ્છ ગાદી પર, એક મોટા શ્રેષ્ઠી જેવા વેપારીને બેઠેલા જોયા. એ વેપારીએ ધરણને જોયો. ધરણની સુંદર મોહક આકૃતિ જોઈ, વેપારીએ ધરણને દુકાનમાં આવવા આમંત્રણ આપ્યું. ધરણ દુકાનમાં ગયો. વેપારીએ પોતાની પાસે ગાદી પર બેસાડીને પૂછ્યું :
શ્રી સમરાદિત્ય મહાકથા
cou
For Private And Personal Use Only