________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'કુમાર, તું પરદેશી દેખાય છે. શું તું એકલો જ છે કે તારો પરિવાર પણ સાથે છે?’ હે શ્રેષ્ઠીવર્ય, હું એકલો જ છું. માર્કદીનગરીના બંધુદત્ત સાર્થવાહનો પુત્ર છું. મારું નામ ધરણ.’
‘ધરણ, કહે મારા યોગ્ય કોઈ કામ છે?'
‘હા જી, મારે આ નગરમાં એક ઘર લેવું છે...’
‘શા માટે?’
‘મારા નિવાસ માટે,’
‘ધરણ, જો તને ગમે તો તું મારી હવેલીમાં જ રહે. મારી મોટી હવેલી છે, તું રહીશ તો હવેલી નાની નહીં પડે.
‘હે પૂજ્ય, હું અજાણ્યો’
‘તારી આકૃતિ જ તારા ગુણો બતાવે છે...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘પરંતુ થોડા દિવસોમાં જ, એક ચીન દેશના વહાણમાં મારી પત્ની આવી પહોંચશે...'
‘તે પણ મારી હવેલીમાં તારી સાથે રહેશે. મારી પત્નીને પણ ગમશે...’
‘તો પછી ભલે, હું આપની સાથે રહીશ.'
શેઠ ધરણને પોતાની હવેલીમાં લઈ ગયા. ધરણે સ્નાન કર્યું. શેઠે ધ૨ણને યોગ્ય નવાં મૂલ્યવાન વસ્ત્ર આપ્યાં. પછી બંનેએ સાથે બેસીને, ભોજન કર્યું.
શેઠે ધરણને પોતાની ત્રણ માળની વિશાળ હવેલી બતાવીને કહ્યું : ધરણ, આ ‘ટોપશેઠની હવેલી’ના નામે નગરમાં ઓળખાય છે. તને કોઈ નગરમાં પૂછે તો તારે કહેવાનું કે ‘હું ટોપશેઠનો મહેમાન છું.'
હવેલી લાલ પથ્થરની બનેલી હતી. દરેક માળે દસ દસ ખંડ હતા, દરેક ખંડની ફરસ સંગેમરમરના પથ્થરની બનેલી હતી. દરેક માળના જુદા નોકરો હતા. હવેલીને સ્વચ્છ અને સુશોભિત રાખતા હતા.
ટોપશેઠે ધરણને પહેલાં માળે પોતાની બાજુના જ બે ખંડ રહેવા માટે આપ્યા. એ બે ખંડમાં બધી જ સુવિધાઓ હતી. ખાસ મહેમાન માટેના જ એ બે ખંડ હતા. ધરણને હવેલી તો ગમી ગઈ. શેઠ-શેઠાણીનો વાત્સલ્યભર્યો વ્યવહાર પણ ગમી ગયો.
COS
બે-ત્રણ દિવસ પછી, ધરણે પોતાનો સર્વ વૃત્તાંત ટોપશેઠને કહી સંભળાવ્યો. શેઠ બધી વાતો સાંભળીને દિંગ રહી ગયા. એમાંય સુવર્ણદ્વીપની અને રત્નગિરિની વાતોએ એમને આશ્ચર્યચકિત કરી દીધા. ‘આ કુમારને હેમકુંડ જેવા વિદ્યાધર મિત્ર છે અને સુલોચન જેવો કિન્નરકુમાર મિત્ર છે. અહો, આ મહાન પુણ્યશાળી આત્મા છે...’
For Private And Personal Use Only
છઠ્ઠો
ભાગ-૨ ભવાઇ