________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરણે કહ્યું : “હે પિતાતુલ્ય શેઠ, આ મારા રત્ન તમારી પાસે રાખો. મારે જરૂર પડશે ત્યારે માગીશ... તમારી પાસે રત્નો સુરક્ષિત રહેશે.” શેઠે કહ્યું : “વત્સ, તારાં રત્નો સુરક્ષિત રહેશે.' શેઠે રત્નો ગુપ્ત તિજોરીમાં મૂકી દધાં.
૦ ૦ એક દિવસ ટોપશેઠે ધરણને કહ્યું : “વત્સ, આજે હું રાજસભામાં ગયો હતો. ત્યાં ચીન દેશનો વેપારી આવ્યો હતો અને મહારાજાને ભેટમું ધરી, એણે વિનંતી કરી હતી કે “મારા વહાણમાં જે માલસામાન, અને વૈભવ છે, એના પર મહારાજા કર ના લે.' મહારાજાએ કર માફ કરી દીધો હતો. વત્સ, તારી પ્રિયા, તારા કહેવા મુજબ ચીન દેશના વહાણમાં આવવાની હતી ને? તું જા અને તપાસ કર.”
ધરણ ભોજાનાદિથી નિવૃત્ત થઈ સમુદ્રકિનારે પહોંચ્યો. તેણે સુવદનનું વહાણ જોયું. તે હર્ષિત થયો. “અહો! કર્મોની કેવી વિચિત્ર ગતિ છે! લક્ષ્મી અને સુવદન માનતા હશે કે “હું મરી ગયો છું. દેવીએ મને મારી નાખ્યો છે. જ્યારે તેઓ મને જીવતો જોશે. આશ્ચર્ય ને હર્ષથી તેમની આંખો વિસ્ફારિત થઈ જશે... ભાગ્યયોગે મને પત્ની મળશે અને સોનું પણ મળશે.”
કિનારા પરની હોડીમાં બેસીને, ધરણ વહાણ ઉપર ગયો. ધરણે સુંદર વસ્ત્ર પહેર્યા હતાં. તેના ગળામાં મૂલ્યવાન રત્નહાર ઝૂલતો હતો. કમરે સોનાનો કલાત્મક કંદોરો બાંધેલો હતો. જેવો તેણે વહાણમાં પ્રવેશ કર્યો. તેણે લક્ષ્મીને અને સુવદનને જોયાં... તે બંનેએ ધરણને જોયો... બંનેનાં મોઢા પહોળાં થઈ ગયાં. આંખો પહોળી થઈ ગઈ. ધરણ હસી પડ્યો. ને બોલ્યો : “હે સુવદન, હું ઘરણ છું. જીવતો રહી ગયો છું. હે પ્રિયે, તને મળીને હું આનંદિત થયો છું.
લક્ષ્મી અને સુવદનનાં મુખ પર બનાવટી હર્ષ ઊભરાઈ આવ્યો. લક્ષ્મીએ ધરણને બેસવા માટે આસન આપ્યું. ધરણ આસન પર બેઠો. લક્ષ્મી અને સુવદન પણ બેઠાં. ધરણે, પોતે કેવી રીતે બચી ગયો, હેમકુંડલ કેવી રીતે સહાયતા કરી... રગિરિ પર સુલોચન-કિન્નરે કેવું આતિથ્ય કર્યું અને હેમકુંડલ આકાશમાર્ગ દેવપુર મૂકી ગયો. વગેરે વાતો કરી.
સુવદનને મનમાં ગ્લાનિ થઈ આવી : “ધરણ જીવતો રહ્યો છે એટલે હવે મારે એની પત્ની સોંપવી પડશે અને એનું સોનું પણ આપવું પડશે. મારા ભાગ્યમાં વૈિભવ-સંપત્તિ છે જ નહીં.”
તેણે ધરણને કહ્યું : “મિત્ર, તું બચી ગયો. ઘણું સારું થયું. હવે તું તારું સોનું સંભાળી લે.”
ધરણે કહ્યું: “સવદન તું કેવી વાત કરે છે? તે મારી પત્નીને સાચવી. મારું સોનું સાચવ્યું... સુવદન તારા આ ઉપકારનો બદલો હું કેવી રીતે વાળીશ?”
શ્રી સમરાદિત્ય મહાકથા
cog
For Private And Personal Use Only