________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્ર, મેં મારા કર્તવ્યનું પાલન કર્યું છે. વિશેષ કંઈ જ કર્યું નથી.' સુવદન બોલ્યો.
ધરણે લક્ષ્મીને કહ્યું : “દેવી, ચાલો આપણે નગરમાં જઈએ.” લક્ષ્મીએ કહ્યું : “આજે તો વહાણ પર જ રોકાઈએ. આપ પણ અહીં જ રહો. કાલે પ્રભાતે આપણે નગરમાં જઈશું...”
લક્ષ્મીનો પ્રસ્તાવ ધરણે સહજતાથી સ્વીકારી લીધો. બીજી બાજુ લમીએ સુવદનને ખાનગીમાં કહ્યું : “હે પ્રિયે, ગમે તે ઉપાય કરીને, આજ રાત્રે ધરણને મારી નાખવો પડશે.'
સુવદને કહ્યું : “લક્ષ્મી, હવે હું તને છોડી નહીં શકે... એટલે ધરણનો કાયમ માટે કાંટો કાઢી નાખવો જ પડશે...”
લક્ષ્મીએ કહ્યું : “એટલે જ મેં એને રાત અહીં રોકાઈ જવા આગ્રહ કર્યો. એ રોકાઈ પણ ગયો. એટલે ઉપાય થઈ શકશે. તું ચિંતા ના કરીશ.”
લક્ષ્મી, તું કુશળ છે, કાર્યદક્ષ છે અને તારો મારા પર અપાર પ્રેમ છે... એટલે તું આ કામ જરૂર કરી શકીશ.”
બંનેની ગુપ્ત મંત્રણા પૂરી થઈ. સવદન ધરણ પાસે જઈને બેઠો. લક્ષ્મીએ સાંજનાં ભોજનની તૈયારી કરવા માંડી. ધરણનું હૃદય સ્વચ્છ અને સરળ હતું. સુવદન મેલો અને કપટી હતો. તેણે ધરણની આગળ ખૂબ સ્નેહ દેખાડવા માંડયો. લક્ષ્મીએ પણ પ્રેમનું નાટક કરવા માંડ્યું.. ધરણ બંનેના કપટને સમજી શકતો નથી.
સંધ્યા થઈ એટલે લક્ષ્મીએ ધરણને કહ્યું : “સ્વામીનાથ, સ્નાન કરી લો, પછી આપ બંને સાથે ભોજન કરો. આજે તો મેં આપનું મનપસંદ ભોજન બનાવ્યું છે.” ધરણે સ્નાન કરી લીધું. સુવદનની સાથે બેસીને ભોજન કર્યું, લક્ષ્મીએ ખૂબ આગ્રહ કરીને, ભોજન પીરસ્યું. ભોજન પછી મદિરાપાન કરાવ્યું. મદિરામાં ઘેનની દવા ભેળવી દીધી. પથારી તૈયાર રાખી હતી. ધરણ સૂઈ ગયો. લક્ષ્મી પણ સાથે જ સૂઈ ગઈ. મદિરાની અસર ધરણા પર થવા લાગી. ધીરે ધીરે તે ઘોર નિદ્રામાં સરી પડ્યો. એટલે લક્ષ્મીએ એના ગળામાં ફાંસલો નાખી દીધો. સુવદનને બોલાવ્યો.
લક્ષ્મી અતિ પ્રસન્ન હતી. તેણે સુવદનને કહ્યું : “પ્રિય, આપણું કામ સફળ થયું છે. હવે આપણે આને ઉપાડીને, દૂર સમુદ્રના કિનારે મૂકી આવીએ.'
વહાણના માણસો બધા જ ઊંધી ગયા હતા. લક્ષ્મી અને સુવદને ધરણને ઉપાડ્યો અને સમુદ્રનાં દૂર કિનારા પર મૂકી આવ્યા. બંને વહાણમાં આવી નિશ્ચિત બની ભોગસુખમાં લીન બન્યાં.
0 0 0 દેવપુરનો સમુદ્રકિનારો ઘણો લાંબો હતો. સ્વચ્છ હતો. ધરણ કિનારા પર પડ્યો હતો.
EOC
ભાગ-૨ # ભવ છઠો
For Private And Personal Use Only