________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ એ તારું કહ્યું માને છે?' “માને જ ને! એક વાર મેં એને મોતથી બચાવેલી! મારો એ ઉપકાર નથી ભૂલતી!”
ધનકુમારે પૂછ્યું : “સૂરદેવ, તેં કેવી રીતે એના ઉપર ઉપકાર કરેલો?' ધનકુમાર એકાગ્રતાથી સૂરદેવની વાત સાંભળતો હતો! સૂરદેવે કહ્યું : “એક દિવસ હું મારા વહાણના સૂતક ઉપર ઊભો હતો. જોગણ સમુદ્રસ્નાન કરવા આવેલી. સ્નાન કરવા તે સમુદ્રમાં પડી.. પડતાની સાથે જ મગરમચ્છે એનો એક પગ મોઢામાં નાખ્યો ને સમુદ્રમાં લઈ જવા માંડચો... એણે બૂમો પાડવા માંડી... મેં એને જોઈ. તરત જ હું મારી તલવાર સાથે સમુદ્રમાં કૂદી પડ્યો... મગરમચ્છ ઉપર ઉપરાઉપરી ત્રણ ઘા કરી દીધા... તેણે જોગણનો પગ છોડી દીધો... ને સમુદ્રમાં ભાગી ગયો.. બસ, ત્યારથી એ મને માને છે!'
ધનશ્રીને પસીનો છૂટી ગયો. તેણે ભયભીત થઈને વિચાર્યું : “જો વહાણ તામ્રલિપ્તી પહોંચશે તો મારા બાર વાગી જશે... મારે આપઘાત જ કરવો પડશે. માટે રસ્તામાં જ કુમારને પતાવી નાખું.”
૦ ૦ ૦ રાત્રિનો છેલ્લો પ્રહર હતો.
ધનકુમાર જાગતો હતો. નંદક ઊંઘતો હતો. ધનશ્રી જાગતી હતી. ધનકુમારે ધનશ્રીને કહ્યું: “મારે લઘુનીતિ કરવી છે. મારો હાથ પકડીને મને તૂતક પર લઈ જા. મારે હાથપગ પણ ધોવા છે...”
ધનશ્રી નાચી ઊઠી! રાજીના રેડ થઈ ગઈ... ધનકુમારનો હાથ પકડી તે તૂતક પર લઈ આવી. લઘુનીતિ કર્યા પછી
હાથપગ ધોવા લાગ્યો. તેની નજર સમુદ્ર તરફ હતી. એ વખતે ધનશ્રીએ જોરથી ધક્કો મારી દીધો. ધનકુમાર સમુદ્રમાં ફેંકાઈ ગયો.
પણ
એક
એક
પપર
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only