________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘનશ્રી તૂતક ઉપર ઊભી રહી. વહાણ તો એકધારી ગતિથી સમુદ્ર પર સરી રહ્યું હતું. થોડી વાર પછી તેણે જોરથી ચીસ પાડી. “આવો, આવો.... દોડો.... આર્યપુત્ર સમુદ્રમાં પડી ગયા...' અરેરે.. આ શું થયું? તેણે કરુણ રુદન કરવા માંડ્યું... ધનશ્રીની ચીસો સાંભળીને રક્ષકો દોડી આવ્યા, નંદક દોડી આવ્યો... સૂરદેવ આવી ગયો. નંદકે ધનશ્રીને પૂછ્યું : “દેવી, શું થયું? કેમ કલ્પાંત કરો છો?'
અરે, જલ્દી ક... સમુદ્રમાં કૂદી પડો. આર્યપુત્ર સમુદ્રમાં પડી ગયા છે... ઉતાવળ કરો. સૂરદેવે તરત જ વહાણને થંભાવી દીધું મરજીવાઓને કહ્યું : “કૂદી પડો સમુદ્રમાં અને શ્રેષ્ઠીપુત્રને શોધી કાઢી...” મરજીવા કૂદી પડ્યા સમુદ્રમાં...
નંદકને કારમો આઘાત લાગ્યો. તે ચોધાર આંસુએ રડવા લાગ્યો... રોતાં રોતાં તેણે કહ્યું : “હવે મારે પણ જીવીને શું કરવું છે? મારે નથી જીવવું. હું પણ સમુદ્રમાં કૂદી પડું...” તે ઊભો થયો.. સમુદ્રમાં કૂદી પડવા તેણે છલાંગ મારી... પરંતુ સૂરદવે એને પકડી લીધો. સુરદેવે કહ્યું : “નંદક, તું અધીર બનશે તો કેમ ચાલશે? અત્યારે જ્યારે શ્રેષ્ઠીપુત્ર વહાણ પર નથી, જ્યાં સુધી તેઓ પાછા ન આવે ત્યાં સુધી તું જ આ વહાણનો અધિકારી છે. વહાણમાં ઘણો બધો માલ ભરેલો છે... આ શેઠાણી છે... બધાનો વિચાર કર... અને ધીરજ રાખ.. મરજીવાઓ સમુદ્રમાં શ્રેષ્ઠીપુત્રને શોધી રહ્યા છે. જો હમણાં જ પડી ગયા હશે તો મારા મરજીવાઓ પાતાળમાં ડૂબકી મારીને શોધી લાવશે.
બીજી બાજુ ધનશ્રીનું નાટક ચાલુ હતું. છાતી ફાટ રુદન... જમીન પર પછાડો ખાવી.... વાળ વિખેરી નાખવા... વસ્ત્રો ફાડી નાખવાં.... ચીસો પાડવી...!
એને કોણ આશ્વાસન આપે? વહાણ ઉપર બીજી એક પણ સ્ત્રી ન હતી. પુરુષો શેઠાણી સાથે બોલે નહીં. સૂરદેવે નંદકને કહ્યું : “તું સ્વસ્થ બની જા અને શેઠાણીને આશ્વાસન આપ, તારા સિવાય એમની સાથે કોઈ બોલી ના શકે... જો.. જમીન પર માથા પછાડે છે... માથું ફૂટી જશે..નંદકે ધનશ્રી સામે જોયું. એણે કરેલી અવદશા જોઈ નંદક એની પાસે ગયો. એના બે હાથ પકડી લઈ કહ્યું : “દેવી, બસ થયું... હવે શાન્ત થાઓ... મરજીવા સમુદ્રમાં કુમારને શોધી રહ્યા છે. હવે આકાશમાં અરુણોદય થઈ ગયો છે... એટલે કુમારને શોધવામાં સરળતા રહેશે. જો આપણું ભાગ્ય હશે તો કુમાર જરૂર જીવતા મળશે... ધીરજ રાખો...”
જેમ જેમ નંદક સમાવતો ગયો તેમ તેમ ધનશ્રી વધારે કલ્પાંત કરવા લાગી. નંદકના હાથ ઝટકાવી દઈ તે સમુદ્રમાં કૂદી પડવા દોડી.. પરંતુ સૈનિકોએ રોકી શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only