________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીધી. નંદકે દોડી જઈને પકડી લીધી. તેને એક બાજુ બેસાડી. ધનશ્રી બોલી : મારું સર્વસ્વ લૂંટાઈ ગયું. હું અનાથ બની ગઈ... મારું કોણ છે સંસારમાં? હે આર્યપુત્ર, આ તમે શું કર્યું? તમારા જેવા સુજ્ઞ પુરુષે આવું નહોતું કરવું જોઈતું... હું જાણું છું કે આપને મહાવ્યાધિની ઘોર પીડા હતી. આપે ઘણી પીડા સહી... ઘણા દિવસોથી વેદના સહેતા હતા... પીડા અસહ્ય બની ગઈ... અને આપ સમુદ્રમાં..” ધનશ્રી પોક મૂકીને રોવા લાગી.
પૂર્વ દિશામાં સૂર્યોદય થઈ ગયો, મરજીવાઓ હજુ આવ્યા ન હતા. ધનશ્રી સિવાય બધા એ આશા રાખીને બેઠા હતા.. કે ધનકુમાર જરૂર મળી આવશે. ધનશ્રીનો નિર્ણય હતો કે કુમાર મરજીવાઓના હાથમાં નહીં જ આવે.... કારણ કે
જ્યાં એણે ધક્કો માર્યો હતો, એ જગ્યા એક યોજન દૂર રહી ગઈ હતી. જ્યારે મરજીવાઓ તો વહાણની આસપાસનો સમુદ્ર ડહોળી રહ્યા હતા.
મરજીવાઓ નિરાશવદને વહાણ પર આવ્યા. તેમણે સૂરદેવને કહ્યું : “ના મળ્યા શ્રેષ્ઠીપુત્ર...' સૂરદેવે કહ્યું : “તમે મારા વફાદાર મરજીવાઓ છો! તમે ફરીને દૂરના સમુદ્રમાં... કે જ્યાંથી આપણું વહાણ આવ્યું. એ માર્ગમાં તપાસ કરો. ભલે આજનો દિવસ આપણે અહીં રહેવું પડે.'
નંદકે દરેક મરજીવાના હાથમાં દસ-દસ સોનામહોર મૂકી દીધી. સૂરદેવે ગુસ્સે થઈને કહ્યું : “નંદક તેં આ શું કર્યું? અમે પૈસાના ભૂખ્યા નથી... અમને શ્રેષ્ઠીપુત્ર ઉપર પ્રેમ છે... માટે આ મહેનત કરીએ છીએ.’ મરજીવાઓએ પૈસા નંદકની આગળ મૂકી દીધા, અને પાછા સમુદ્રમાં ઊતરી પડ્યા. જે માર્ગેથી વહાણ આવ્યું હતું એ માર્ગ સૂરદેવે મરજીવાઓને બતાવ્યો. તીવ્ર ગતિથી મરજીવાઓ તરવા લાગ્યા. વચ્ચે-વચ્ચે ડૂબકીઓ મારીને દૂર દૂર નીકળી જવા લાગ્યા.
ધનશ્રી તૂતક ઉપર જ ટૂંટિયું વાળીને પડી હતી. સાડીનો છેડો એણે મોઢા પર ઢાંકી દીધો હતો... નાટક કરીને તે થાકી ગઈ હતી. નંદક અને સૂરદેવ તૂતકના સ્તંભ ઉપર ચઢીને દૂર દૂર નજર દોડાવતા... અફાટ સમુદ્રમાં કુમારને શોધી રહ્યા હતા. મરજીવાઓને જોઈ રહ્યા હતા. નોકરો સૈનિકો મૂઢ બની ગયા હતા.. ન કોઈએ ભોજન કર્યું, ન કોઈએ પાણી લીધું.
બીજો પ્રહર પૂરો થયો હતો. ત્રીજા પ્રહરનો પ્રારંભ થઈ ગયો હતો... મરજીવાઓ નિરાશ થયેલા, થાકીને લોથપોથ થઈ ગયેલા.. વહાણ ઉપર આવીને બેસી પડ્યા. નંદક, સૂરદેવ, ધનશ્રી અને સૈનિકો વગેરે સમજી ગયા કે “શ્રેષ્ઠીપુત્ર મળ્યા નથી.'
નંદકે સૂરદેવને કહ્યું : “સૂરદેવ, જો આજની રાત અહીં વહાણ ઊભું રહી શકે એમ હોય તો ઊભું રાખ. આવતી કાલે સવારે અહીંથી આપણે આગળ વધીશું.'
સૂરદેવે કહ્યું : “અત્યારે સમુદ્ર શાંત છે. પવન પણ મંદ છે. એટલે રાત રોકાવામાં વાંધો નહીં આવે.'
પપ૪
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only