________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંદકે કહ્યું : 'તમે સહુએ અને આ મરજીવાઓએ સવારથી ખાધું-પીધું નથી... તમે સહુ ભોજન બનાવીને જમી લેજો.”
Q
જ
ધનશ્રીનો હાથ પકડીને નંદક તેને તેના ખંડમાં લઈ ગયો. ધનશ્રી પલંગ પર પડી. નંદક ખંડમાં આંટા મારવા લાગ્યો. તેને કંઈ સૂઝતું ન હતું. તે મૂઢ જેવો થઈ ગયો હતો. તેણે થોડા સમય પછી ધનશ્રીને પૂછ્યું : ‘હવે આપણે શું કરીશું? સ્વદેશમાં જઈને કુમારના માતાપિતાને શું કહીશું? જ્યારે તેઓ આ વૃત્તાંત જાણશે ત્યારે તેમનું શું થશે? તેમની હૃદયગતિ અટકી જશે... તેઓ તે જ ક્ષણે પોતાના પ્રાણ ત્યજી દેશે... અરે ભગવાન, મારાં ઉપકારી શેઠ-શેઠાણીના ઉપકારોનો બદલો વાળવો તો દૂર રહ્યો... એમના વહાલ સોયા પુત્રની રક્ષા પણ ના કરી શક્યો... ખરેખર મારા જીવનનો હવે કોઈ અર્થ નથી. ધનશ્રી, તને તામ્રલિપ્તી બંદરે ઉતારી દઈશ. ત્યાંથી આપણા સૈનિકો તને સુશર્મનગર પહોંચાડી દેશે... તું જઈશ ને? જોકે મારા પ૨મ મિત્રે મને કહ્યું હતું કે ‘તું ધનશ્રીને મારાં માતા-પિતાની પાસે પહોંચાડી દેજે...’ પરંતુ મારાથી તો સુશર્મનગરમાં જવાશે જ નહીં. તને ત્યાં મોકલીને... હું મારું જીવન પૂરું કરી નાખીશ.'
ધનશ્રી બોલી : ‘નંદક, બનવાકાળ બની ગયું... તને પારાવાર દુઃખ છે. મને પણ દુ:ખ છે... હવે શું કરવું એ જ વિચાર કરવો જોઈએ. પહેલી વાત તો એ છે કે આપણે ક્યાં જવું છે? ના, આપણે સુશર્મનગર નથી જવું નંદક... આપણે હવે આપણાં સ્વજનોને નથી મળવું... પરિચિતોને નથી મળવું... આપણે કોઈ અજાણ્યા અને દૂરના નગરમાં જઈએ... ત્યાં આપણે ઘર લઈશું... દુકાન લઈશું... અને આપણો ઘરસંસાર ચલાવીશું... પૈસાની કોઈ ચિંતા નથી. વહાણમાં એક કરોડ રૂપિયાથી પણ વધારે માલ હશે. બધો માલ આપણો જ છે હવે.’
નંદક ધનશ્રીની વાત સાંભળતો રહ્યો. તેણે ધનશ્રીની સામે જોયું. તે સ્વસ્થ બની હતી. જોકે આંખો સૂઝેલી હતી. પરંતુ સૂઝેલી આંખોમાંથી વેદના નીતરી ગઈ હતી. અને નૂતન કલ્પનાની ચમક આવી ગઈ હતી. બે હાથેથી એણે પોતાના વિખરાયેલા લાંબા વાળને ઝટકો આપી પીઠ ઉપર નાખ્યા અને એક ગાંઠ મારી દીધી. વસ્ત્રોને ઠીક કર્યાં... તે ઊભી થઈ. નંદક પાસે આવીને ઊભી રહી... નંદક બારીમાંથી અગાધ સમુદ્ર તરફ જોઈ રહ્યો હતો. ધનશ્રીએ એના ખભા પર હાથ મૂક્યો. છતાં નંદકે એની સામે ના જોયું. ધનશ્રી ધીમા સ્વરે બોલી : ‘નંદક!’ નંદકે એની સામે જોયું. ‘નંદક, તું શું વિચારે છે?’
‘કંઈ નહીં...'
‘વિચારવું તો પડશે ને? નિર્ણય ક૨વો પડશે ને? કાલે સવારે કઈ દિશામાં વહાણ હંકારવાનું છે - એનો નિર્ણય કરવો પડશે ને?’
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Ավա