________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કંઈ સમજાતું નથી... જીવનમાં આવી ભયાનક ઘટના બનશે, એવું ધાર્યું ન હતું...'
‘મેં તને કહ્યું ને? બનવાકાળ હોય છે તે બને જ છે. હવે એનો શોક ક્યાં સુધી કર્યા કરીશ? હા, આપણા ઘરમાં બેઠા હોઈએ તો મહિનાઓ સુધી શોક પાળીએ... પરંતુ આ તો આપણે મધદરિયે છીએ... મધદરિયે આપણું વહાણ ઝોલાં ખાય છે...’ ‘હું વિચાર કરીને મારો નિર્ણય જણાવીશ...'
‘ક્યારે?’
‘રાત્રે સૂતા પહેલાં...'
‘પણ મને એકલીને આ ખંડમાં ભય લાગશે... હું એકલી નહીં સૂઈ શકું... તું આ ખંડમાં જ સૂઈ જજે.'
નંદક પોતાના ખંડમાં ગયો. ખંડનું બારણું બંધ કર્યું... તેનું માથું ફાટફાટ થતું હતું. જીવનની એક મહત્ત્વપૂર્ણ નિર્ણાયક ઘડી આવી લાગી હતી. એના જેવા એક સામાન્ય દાસીપુત્રની સામે સોનું અને સુંદરી વરમાળા લઈને ઊભી હતી. બીજી બાજુ ગરીબી સાથેની વફાદારી... તજ્ઞતા વગેરે આદર્શો ઊભા હતા. બેમાંથી એક પસંદગી કરવાની હતી.
'શું કરું? દુનિયાની દૃષ્ટિએ મારી સામે ભૌતિક અને વૈયિક સુખોની અણમોલ તક આવી પડી છે. હું ધનશ્રી જેવી રૂપસુંદરીનો પતિ બની શકું છું અને એક કરોડ સોનામહોરોથી પણ વધારે સોનામહોરોનો માલિક બની શકું છું. જીવનપર્યંત હું અપાર સુખો ભોગવી શકું છું... પરંતુ મને શાન્તિ તો નહીં જ મળે. મારા હૃદયમાં સદૈવ આ કાંટો વાગતો જ રહેશે - ‘હું મિત્રદ્રોહી છું... પિતાસમાન નગરશેઠનો દ્રોહી છું... મેં વ્યભિચાર કર્યો છે... મેં કરોડ સોનામહોરની ચોરી-ઉચાપત કરી છે.’ આ વાત હું ભૂલી નહીં શકું... આ વાત મને બેચેન બનાવતી રહેશે. કદાચ મારી ઊંઘ પણ હરામ કરી દે!'
‘શું કરું? ધનશ્રી મને છોડશે નહીં. એનો મારા પ્રત્યે અતિ રાગ છે. ભલે, એ વૈયિક સુખનો રાગ છે, પરંતુ એના હૃદયમાં મારું સ્થાન નિશ્ચિત છે. મેં હજુ સુધી લગ્ન કર્યા નથી... સહજતાથી મને ધનશ્રી મળે છે. મૃત-મિત્રની પત્ની, મારી પત્ની બને, એમાં કંઈ ખોટું પણ નથી. કોઈ અજાણ્યા નગરમાં, નામ બદલીને રહી શકાશે. કદાચ શ્રેષ્ઠી વૈશ્રમણ અમારી તપાસ તો કરાવશે, પરંતુ એમને અમારું ગામ ન મળવું જોઈએ. અમારું ઠેકાણું ના મળવું જોઈએ...
વાત રહી ધનકુમારની, તે જીવતો કે મરેલો મળ્યો નથી... જીવતો ના મળે, એ વાત સમજાય એવી છે, પરંતુ એનો મૃતદેહ પણ ના મળ્યો - એ વાત મનમાં શંકા પેદા કરે છે... મરજીવાઓ સમુદ્રના તળિયા સુધી ડૂબકી મારી આવ્યા છે... મૃતદેહ કેમ ના મળે? તો શું કુમાર જીવતો રહી ગયો હશે? કેવી રીતે જીવતો રહે? જીવતા
ug
ભાગ-૨ * ભવ ચોથો
For Private And Personal Use Only