________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રહેવાની કોઈ સંભાવના મને દેખાતી નથી. છતાંય જો જીવતો હોય અને ભાગ્યયોગે ક્યાંક ભેટી જાય... તો મારે દરિયામાં ડૂબી મરવું પડે... કે ધરતીમાં ગરકાવ થઈ જવું પડે...’
‘ખેર, એ તો ભવિષ્યની વાત છે, પરંતુ મારી ગરીબ માતાનું શું થશે? મારી માતાનો હું એકનો એક પુત્ર છું. એનો મારા પર અત્યંત પ્રેમ છે. ધનકુમા૨ ઉપર એનો પૂરો વિશ્વાસ હોવાથી જ મને એમની સાથે મોકલ્યો હતો. મારી માતા મારી પ્રતીક્ષા જરૂ૨ ક૨શે? જોકે એને શ્રીદેવી કોઈ અગવડતા તો નહીં જ પડવા દે. ખાવા-પીવાની કે રહેવાની એને બધી જ સગવડ છે. પરંતુ એ બધું એના સ્થાને છે, પુત્રપ્રેમની વાત નિરાળી છે. શ્રીદેવીની પણ સ્થિતિ કફોડી જ થવાની છે. જ્યારે અમે નહીં પહોંચીએ, અમારો સંદેશો પણ નહીં પહોંચે... ત્યારે શ્રીદેવીની ગભરામણ વધી જશે...’
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘હા, સાથેના સૈનિકો તો એમના ઘેર જવાના જ. તેઓ શ્રેષ્ઠી વૈશ્રમણને સમાચાર તો આપશે જ... અમારા મારા અને ધનશ્રીના સમાચાર પણ આપશે! ઓહો... મારે સાવધાની રાખવી પડશે... કે હું જે નગરમાં રહેવાનું પસંદ કરું, તે નગરની જાણ આ સૈનિકોને પણ ના થવી જોઈએ... નહીંતર તો મારું અને ધનશ્રીનું આવી જ બને. વૈશ્રમણશ્રેષ્ઠી આવ્યા વિના ના રહે! અને એ આવે ર્તા? બાપ રે... મરી જ ગયા સમજો.’
અહો, એક ખોટું કામ કરવા માટે મારે કેટલાં ખોટાં કામ કરવાં પડશે? હું સમજું છું કે ધનશ્રીના આગ્રહથી... અને કરોડ સોનામહોરોના લોભથી ખોટું કામ કરવાનું વિચારી રહ્યો છું... પરંતુ હવે મારો છૂટકો જ નથી. હું ના પણ ઈચ્છું, છતાં ધનશ્રી મને કોઈ સંયોગમાં નહીં છોડે... એના મનમાં તો આ વાત પહેલેથી હતી, એણે મને તામ્રલિપ્તી નગરીમાં વાત પણ કરી હતી...'
એ ધનશ્રીનો વિચાર કરતો હતો, ત્યાં ધનશ્રીએ એના ખંડનું દ્વાર ખખડાવ્યું. ‘નંદક, દ્વાર ખોલ તો...' નંદકે દ્વાર ખોલ્યું.
‘દ્વાર બંધ કરીને એકલો-એકલો શું કરે છે? મને એકલીને મારા ખંડમાં ભય લાગે છે... તું ચાલ મારા ખંડમાં... હું એકલી-એકલી મૂંઝાઈ ગઈ છું. તને મારો વિચાર જ ન આવ્યો?'
‘તારો જ વિચાર કરતો હતો, અને તેં દ્વાર ખખડાવ્યું... તારો વિચાર તો કરવો જ પડે ને?’
‘શું વિચાર કર્યો?’
‘તને સુશર્મનગર મોકલી દેવાનો...'
‘અને તું?'
‘હું ગમે ત્યાં ભટકીશ...'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Ած