________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને વહાણમાં રહેલી સંપત્તિનું શું?' એ તારી સાથે તારે લઈ જવાની...”
તું ગાંડો થઈ ગયો છે નંદક! લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે ત્યારે તું મોઢું ધોવા જવાની વાતો કરે છે. આવી બધી વાત ના કર. મારે સુશર્મનગર જવું નથી. મને ત્યાં કોઈનાય ઉપર રાગ નથી, સ્નેહ નથી, પ્રેમ નથી. મને આ દુનિયામાં એકમાત્ર મારા નંદક ઉપર રાગ છે! હું તારા માટે જ છું નંદક! તું મારો છે... હું તને છોડીને ક્યાંય જવાની નથી...” પરંતુ શ્રેષ્ઠી શ્રમણના હાથ લાંબા છે. તેઓ આપણને શોધી કાઢશે તો?'
આપણે એવા ગામ-નગરમાં ચાલ્યાં જઈએ... એવી જગ્યામાં રહી જઈએ કે ત્યાં કોઈ પહોંચી ના શકે? “એવું કોઈ ગામ-નગર તું જાણે છે?”
આપણે કૌશામ્બી જઈએ. એ પૂર્વે તામ્રલિપ્તીમાં બધો જ માલ વેચીને, જે સોનામહોરો આવે, તેનાથી રત્નો ખરીદી લઈએ. ત્યાંથી સૈનિકોને રવાના કરી દઈએ, એમને કહેવાનું કે તમે લોકો સ્વદેશ જાઓ, અમે બધો વેપાર સમેટીને આવી જઈશું. એ લોકો ચાલ્યા જાય પછી આપણે કૌશામ્બી તરફ ચાલ્યા જવાનું.” ધનશ્રીએ માર્ગ બતાવી દીધો. નંદકને પણ યોજના સારી લાગી,
સારી યોજના છે. આપણે કાલે તામ્રલિપ્તી તરફ પ્રયાણ કરીશું. તામ્રલિપ્તી પહોંચીને આ વહાણને પણ વેચી નાખીશું...”
એમ જ કરવાનું...” ઘનશ્રીએ નંદકનો હાથ પકડી લીધો. નંદક, તું મને વચન આપ, હવે તું મને છોડીને નહીં જાય.'
અને તું મને વચન આપ કે હવે તું મારી જ રહીશ.. મારા સિવાય... ' ધનશ્રીએ નંદકના મોઢા પર હાથ દાબીને કહ્યું : “એવું ના બોલ નંદક... મારા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખજે. કારણ કે મેં તને જે દિવસે જોયો હતો એ દિવસથી માંડીને આજદિન સુધી મેં તને ચાહ્યો છે.... જ્યારે કુમાર પ્રત્યે ક્યારેય પણ મારા હૃદયમાં પ્રેમ નહોતો જાગ્યો... હા, એના સુંદર દેહ સાથે મેં પ્રેમ કર્યો હતો. પરંતુ મારા હૃદયમાં એના તરફ વેષ રહ્યો હતો.'
૦ ૦ ૦ તામ્રલિપ્તી પહોંચીને નંદકે વહાણ અને માલસામાન વેચી નાખ્યો. સૈનિકોને ખૂબ સોનામહોરો આપીને વિદાય કર્યા. તે બંનેએ કશામ્બી તરફ પ્રયાણ કરી દીધું.
કૌશામ્બીમાં પહોંચીને નંદકે પોતાનું નામ બદલી નાખ્યું તે પોતાને “સમુદ્રદત્ત' કહેવરાવવા લાગ્યો. કૌશામ્બીમાં સ્થિર થયો....
૪ એક એક
ભાગ-૨ # ભવ ચોથી
For Private And Personal Use Only