________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ᏭᏟ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ દુનિયામાં મારનારા છે, તેમ બચાવનાર પણ હોય છે. ધનકુમાર મહાવ્યાધિથી પીડાતો હતો. તેની શારીરિક શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. સમુદ્રમાં અચાનક પટકાઈ જતાં એ બેબાકળો જરૂર થઈ ગયો પરંતુ બીજી જ ક્ષણે તે મોત સામે ઝઝૂમવા લાગ્યો. ક્યાંથી એનામાં શક્તિ આવી ગઈ...? તે બે હાથે અને બે પગે, તરવા માટે સમુદ્રની સપાટી પર થપાટો મારવા લાગ્યો... ક્યારેક સપાટી પર તો ક્યારેક સમુદ્રમાં ડૂબકી મારે છે... ત્યાં એના હાથમાં લાકડાનું એક મોટું પાટિયું આવી ગયું! કોઈ તૂટેલા વહાણનું એ પાટિયું હતું. ધનકુમારે પાટિયું પકડી લીધું. બાથમાં લઈ લીધું. અને પાટિયાની સાથે તે સમુદ્રમાં તણાવા લાગ્યો.
અરબી સાગરનાં ખારાં પાણી ક્યારેક એના મુખમાં પણ જાય છે. તે થૂંકી કાઢે છે. શરીર... વ્યાધિગ્રસ્ત શરીરમાં ખારાં પાણીમાં ભીંજાયા કરે છે. દિવસ પછી રાત અને રાત પછી દિવસ... સાગરમાં ઊછળતો જાય છે... તણાતો જાય છે... ધીરે ધીરે તે પાટિયાની ઉપર સૂઈ ગયો. પાટિયું એના માટે તરાપો બની ગયું! નાવ બની ગયું!
સાત દિવસ ને સાત રાત... એણે ખારાં પાણીમાં પસાર કરી. છેવટે એ પાટિયું એને એક કિનારે લઈ ગયું. તે કિનારા પર ઊતરી ગયો. પાટિયું એણે પાણીમાંથી ખેંચી કાઢ્યું... કિનારાની રેતી ઉપર મૂકી દીધું. દેવની જેમ એણે પાટિયાને પ્રણામ કર્યાં... પોતાના ભીંજાયેલાં કપડાં જોયાં... ખારાં પાણીમાં ભીંજાઈને વસ્ત્રો ફાટી ગયાં હતાં. તેણે પોતાના શરી૨ને જોયું! તેને આશ્ચર્ય થયું. હાથ ઉપર અને પગ ઉપર જે છિદ્રો પડ્યાં હતાં, જે છિદ્રોમાંથી લોહી અને પરું નીકળતું હતું... તે છિદ્રો પુરાઈ ગયાં હતાં! વધી ગયેલું પેટ, ફૂલી ગયેલું પેટ ઉતરી ગયું હતું? દોરડી જેવા થઈ ગયેલા પગ, માંસ અને લોહીથી ભરાઈ ગયા હતા... અને મરી ગયેલી ભૂખ સજીવન થઈ હતી... એ આનંદવિભોર થઈ ગયો... ‘સાગરનાં ખારાં પાણીનો આ પ્રભાવ લાગે છે! અથવા પેલા પાટિયાનો આ જાદુ લાગે છે... અનેક રામબાણ ઔષધો જે મહાવ્યાધિને મટાડી શક્યાં ન હતાં, એ મહાવ્યાધિ સાગરનાં ખારાં પાણીએ કે જડીબુટ્ટી જેવા પાટિયાએ મટાડી દીધો હતો!
ધનકુમારને નવું જીવન મળ્યું. તે સમુદ્રકિનારાથી થોડે દૂર એક વૃક્ષની છાયામાં જઈને બેઠો... તેને ધનશ્રી યાદ આવી. એના ચિત્તમાં વિખવાદ પેદા થયો... ‘અહો, આવી હતી ધનશ્રી? મેં એને આવી કપટી અને ક્રૂર નહોતી જાણી. એણે જ મને ધક્કો મારી સમુદ્રમાં પટકી દીધો! શા માટે? આવા એના વેરભાવની મને ક્યારેય
શ્રી સમરાદિત્ય મહાકથા
દ
For Private And Personal Use Only