________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પના આવી ન હતી. મને મહાવ્યાધિ થયો. ત્યારથી એ મારા પ્રત્યે ખૂબ પ્રેમ પ્રદર્શિત કરતી હતી, સેવા કરતી હતી, મધુર શબ્દો બોલતી હતી... આ બધું એનું કપટ હતું? કપટ જ હતું. નહીંતર, મેં એનું ક્યારેય પણ અહિત કર્યું નથી, અહિત વિચાર્યું નથી. છતાં મને મારી નાખવાનું ઘોર પાપ શા માટે કરે ? કેવું એણે દુઃસાહસ કર્યું? આમેય એનામાં વિવેક તો હતો જ નહીં, અનેક વાર તે મારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતી હતી. હું એને મન ઉપર લેતો ન હતો. ક્ષમા કરી દેતો હતો. એનામાં રૂપનો ગર્વ ઠાંસીઠાંસીને ભરેલો હતો... અનેક દોષ અને દુર્ગુણોની એ ખાણ હતી... ખેર, જે થાય છે તે સારા માટે! એણે જો મને ખારા પાણીમાં ધક્કો ના માર્યો હોત... તો હું મહાવ્યાધિમાં રિબાઈ રિબાઈને મરી જાત. મેં જીવવાની આશા છોડી જ દીધી હતી. પરંતુ હજુ મારાં પુણ્ય જાગતાં લાગે છે! સાગરનું પાણી ઔષધ બની ગયું પેલું લાકડાનું પાટિયું નાવ બની ગઈ!
હવે મારે એ ધનશ્રીને યાદ નથી કરવી. એને ભૂલી જ જાઉં. વૃદ્ધ પુરુષો કહે છે : “ગઈ ગુજરી ભૂલી જવી! હવે તો મારે આગળનો જ વિચાર કરવો જોઈએ. નિરાશ બનવાની જરૂર નથી... જરૂર મારા પ્રારબ્ધ અને નિરોગી શરીરની ભેટ આપી છે અને નવું જીવન આપ્યું છે, તો ઉત્સાહથી આગળ વધું.
ત્યાં ધનકુમારને માતા શ્રીદેવીનાં વચન યાદ આવ્યાં : “વત્સ, આપત્તિમાં ઉત્સાહ ના ગુમાવીશ. ઉત્સાહથી મનુષ્ય દુષ્કર કાર્ય પણ સિદ્ધ કરે છે!'
સ્ત્રી કોઈ મોટી વાત નથી. બહુ નાની વાત છે. મારે એનો વિચાર કરવાની જરૂર નથી. હવે હું આગળ ચાલું. મને સુધા સતાવી રહી છે... આટલામાં ક્યાંક ફળ મળી જાય તો કામ થઈ જાય.”
તે ઊભો થયો. સમુદ્રના કિનારે કિનારે ચાલવા માંડ્યો. હજુ દસ પગલાં જ ચાલ્યો હતો... ત્યાં કિનારા પર એક સ્ત્રીનો મૃતદેહ પડેલો જોયો. મૃતદેહ ઉપરના વસ્ત્ર સાથે બંધાયેલો એક રનહાર તેણે જોયો. તેણે વસ્ત્રની ગાંઠ ખોલીને એ હાર લીધો અને જોયો... “અરે, આ તો “કૈલોક્યસારા નામની રત્નમાળા છે! જોકે આ રત્નમાળા મારી નથી. આ મરનારી સ્ત્રીની છે. પરંતુ એ તો મરી ગઈ છે. એને
આ રત્નમાળા કોઈ કામની નથી. મને આ કામ લાગશે! મારા ભાગ્યથી જ મને આ મળી છે... મારે અત્યારે ધનની જરૂર છે... આને યોગ્ય સ્થળે વેચીશ. તેની જે સોનામહોરો આવશે, તેનાથી વેપાર કરીશ... વેપારમાં જે ધન મળશે, તેનો સદુપયોગ કરી. દીન-અનાથોને દાન આપીશ.”
તેણે રત્નમાળા પોતાના વસ્ત્રમાં છુપાવીને રાખી. તે આગળ ચાલ્યો... તેના મનમાં વિચાર આવ્યો : “અનેક દિન-અનાથ મનુષ્યોને દાન આપનારો છું. મારા કેવા દિવસો આવ્યા? મારે મૃતદેહ ઉપરથી આ રત્નમાળા લેવી પડી! જીવનમાં કેવું પરિવર્તન આવે છે?' વિચાર કરતો તે ચાલ્યો જતો હતો. ત્યાં સમુદ્રકિનારે ઊભેલા
ભાગ-૨ ક ભવ ચોથો
પક0
For Private And Personal Use Only