________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક કાપાલિકને તેણે જોયો, કાપાલિક યોગીએ ધનકુમારને જોયો... ધારી-ધારીને જોયો... એ ઓળખી ગયો ઘનકુમારને! તેને હર્ષ થયો... કુમારની દરિદ્ર અવસ્થા જોઈ તેણે કહ્યું :
“અરે શ્રેષ્ઠીપુત્ર! તમે અહીં ક્યાંથી? અને તમારી આવી અવસ્થા કેમ થઈ?' ધનકુમારે યોગીને ઓળખ્યો ન હતો. તેણે પ્રત્યુત્તર આપ્યો :
સમુદ્રમાં મારું વહાણ તૂટી ગયું... વહાણે જળસમાધિ લીધી.. પરંતુ મારા હાથમાં એક પાટિયું આવી જતાં... એના સહારે કિનારે આવી ગયો છું. “ધનકુમાર જાણીબુઝીને અસત્ય બોલ્યો. “ઘરની સ્ત્રીનું દુરાચરણ બીજાની આગળ પ્રગટ ના કરવું જોઈએ.” આ સમજણથી તે સાચું ના બોલ્યો.
યોગીએ મધુર ગંભીર શબ્દોમાં કહ્યું : “હે શ્રેષ્ઠીપુત્ર, મનુષ્યનાં સુખ-દુઃખમાં એના કર્મો જ કારણભૂત હોય છે. ભલભલા મહાન પુરુષને તે રસ્તે રઝળતા કરી મૂકે છે... અને લક્ષ્મી તો ચંચળ છે જ. એ કાયમ કોઈ એક મનુષ્ય પાસે રહેતી નથી. આજે તારી પાસે, કાલે બીજા પાસે. ને પછી ત્રીજા પાસે! લક્ષ્મી સ્વામી બદલ્યા કરે છે. ખરેખર તો કુમાર, ગૃહવાસ જ દુઃખમય છે. નહીંતર તારા જેવા કલ્પવૃક્ષ સમાન પરોપકારી પુરુષની આવી દુર્દશા થાય ખરી?”
“પરંતુ તે પુરુષ, આ જે કંઈ બન્યું, તે નગણ્ય છે, મામૂલી છે. જીવનમાં આવું બધું બન્યા કરે! પૂનમનો ચંદ્ર શું અમાવસ્યાનો ચંદ્ર નથી બનતો? અને અમાસનો ચંદ્ર પૂનમનો ચંદ્ર નથી બનતો? બને છે! એમ ભલે કષ્ટના રાહુએ તને આજે ગ્રસી લીધો, પરંતુ ધીરે ધીરે રાહુ દૂર થશે અને તે પૂર્ણરૂપે સુખી થઈશ.'
કુમાર, તું જાણતો હશે કદાચ, દેવો પણ દુઃખી હોય છે. તો પછી મનુષ્યોની શી વિસાત? તું સંતાપ ના પામીશ... તું મહાપુરુષ છે... તને હું જાણું છું! તું તારા કમળ જેવા કોમલ હૃદયને અત્યારે વજ જેવું કઠણ બનાવી દે! તો જ તું આપત્તિનો ભાર વહન કરી શકીશ. હું તો માનું છું કે આપત્તિ મનુષ્યને આવવી જ જોઈએ. આપત્તિના કાળમાં જ સજ્જન અને દુર્જનની સાચી ઓળખાણ થાય છે. કોણ સ્વાર્થી છે ને કોણ સાચો પ્રેમ છે – એની પરિક્ષા થાય છે. આપત્તિમાં ભાગ્ય-દુર્ભાગ્યનો નિર્ણય કરી શકાય છે, અને સત્ત્વશીલ પુરુષ પુરુષાર્થ કરવા કટિબદ્ધ થાય છે.
કુમાર, જ્યાં સુધી ધૂપને અગ્નિમાં નાખવામાં ના આવે ત્યાં સુધી એની સુગંધ ફેલાતી નથી. અગ્નિમાં પડે છે ત્યારે જ સુવાસ ફેલાય છે.
હે ઉપકારી પુરુષ, હું યોગી છું. તારી આ આપત્તિ દીર્ધકાળ સુધી ટકવાની નથી. અલ્પકાળ માટે જ આવી છે આપત્તિ માટે ચિંતા ના કરીશ.. હવે તું મને કહે, તારી હું કેવી રીતે સહાયતા કરી શકું? હું યોગી છું એટલે મારી પાસે સ્વર્ણ નથી, રજત નથી કે રત્નો નથી. પરંતુ મારી પાસે એક મંત્ર છે. મારા ગુરુવિનીતાનંદ મને આપેલો છે. આ સમુદ્રતટ પર બેસીને મેં એ મંત્ર સિદ્ધ કર્યો છે. એ મંત્રનું નામ શ્રી સમરાદિત્ય મહાકથા
પ૧
For Private And Personal Use Only