________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે “ગારુડ-મંત્ર.” કોઈ મનુષ્યને ગમે તે સર્પ કરડ્યો હોય, એનું ગમે તેવું ઝેર હોય. આ મંત્ર બોલવાથી તરત ઝેર ઊતરી જશે? હું તને એ મંત્ર આપું છું. તું એનો સ્વીકાર કર, ગ્રહણ કર.
આ મંત્રથી તને વૈભવ પ્રાપ્ત થશે અને પરોપકાર કરવાનો પણ અવસર પ્રાપ્ત થશે.'
ધનકુમારે વિચાર કર્યો ; ખરેખર, યોગીપુરુષ નિષ્કારણ વત્સલ હોય છે. એવું મેં જે સાંભળેલું તે સાચું જોવા મળ્યું. દુઃખી જીવો ઉપર યોગીપુરુષો, સાધુપુરુષો કરુણાવાળા, વાત્સલ્યવાળા હોય છે – એ વાત હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છું... તેઓ મને કેવો શ્રેષ્ઠ મંત્ર આપવા ઇચ્છે છે! પરંતુ મારાથી કેમ લેવાય? મેં એમને કંઈ આપ્યું નથી.. આપ્યા વિના લેવાય નહીં... માટે એમને મંત્ર લેવાની ના પાડું.'
હે યોગીપુરુષ, આપે મારા ઉપર ઉપકાર કર્યો! મને કેવું સુંદર આશ્વાસન આપ્યું! મારા ચિત્તને કેવી શાન્તિ આપી? આપે મારા હિતનો, કલ્યાણનો વિચાર કર્યો! આ જ આપનો મોટો ઉપકાર છે. આપે મને કેવાં જ્ઞાનપૂર્ણ વચનો સંભળાવ્યા! આપની મારા ઉપર પરમકૃપા થઈ... બસ, જેના પર યોગીપુરુષોની કૃપા વરસે છે, તેનું અહિત થતું જ નથી... મારે મન આપની કૃપા એ જ મંત્ર છે... મારે બીજો કોઈ મંત્ર જોઈતો નથી. આમેય અમે ગૃહસ્થો છીએ, અમારામાં પ્રમાદ વધારે હોય. ક્યારેક મંત્રદેવની આશાતના થઈ જાય તો? મંત્રદેવતાઓ ઉગ્ર હોય છે... લાભ લેવા જતાં નુકસાન થઈ જાય! માટે મારે મંત્ર નથી જોઈતો.” ધનકુમારે યોગીને બે હાથ જોડી મસ્તક નમાવ્યું.
હે શ્રેષ્ઠીપુત્ર, તમે નિર્ભય રહો. આ મંત્રના દેવતાઓ સૌમ્ય છે... હું જાણું છું. કારણ કે મેં દિવસો સુધી આ સમુદ્રકિનારે બેસીને મંત્રદેવતાઓની ઉપાસના કરી છે. સૌમ્ય છે મંત્રદેવતાઓ, માટે ગભરાયા વિના તું આ મંત્ર ગ્રહણ કર.”
હે મહાત્મન, તમે આગ્રહ ના કરો. મેં તમારું કંઈ પ્રિય કર્યું નથી... તમારા પર કોઈ ઉપકાર કર્યો નથી, પછી હું કેવી રીતે તમારાથી ઉપકૃત થાઉં?
યોગીએ વિચાર્યું : “ઓહો.... આ શ્રેષ્ઠીપુત્રે મને ઓળખ્યો જ નથી! હું એમ સમજતો હતો કે એણે મને ઓળખી લીધો છે... મારે એને મારી ઓળખાણ આપવી પડશે!'
શ્રેષ્ઠીપુત્ર, શું તમે મને ઓળખ્યો નહીં? બરાબર છે. એ વખતે હું ગૃહસ્થના વેશમાં હતો. આજે યોગીરૂપે છું. માથે જટા અને મુખ પર દાઢી-મૂછ! એટલે કદાચ તમે મને ઓળખ્યો નથી. હું મારી ઓળખાણ આપું! હે ઉપકારી, તામ્રલિપ્તી નગરી... તમે તમારા નોકર સાથે સમુદ્રનાન કરવા જતા હતા... માર્ગમાં એક જુગારી તમારા શરણે આવેલો... યાદ કરો! તમે સોળ સોનામહોરો જુગારીઓને આપી, શરણે આવેલા જુગારીને છોડાવેલો. પછી તમારા ઘેર લઈ ગયેલા.. સ્નાન કરાવી સુંદર પર
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only