________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસ્ત્રો આપેલાં... ભોજન કરાવેલું... ને વેપાર કરવા તમે એને જોઈએ એટલું દ્રવ્ય લેવા આગ્રહ કરેલો... યાદ આવી ગયું? એ જુગારી હું જ હતો... મારું નામ મહેશ્વરદત્ત! તમે મને કેવી સારી પ્રેરણા આપી હતી... અર્થોપાર્જન કરવાનો પુરુષાર્થ કરવા અને જુગાર વગેરે વ્યસનોથી મુક્ત થવા... હૃદયસ્પર્શી ઉપદેશ આપેલો..”
“કહો, શ્રેષ્ઠીપુત્ર, તમે મને શત્રુઓથી બચાવેલો કે નહીં? મને અભયદાન, વસ્ત્રદાન, ભોજનદાન આપેલું કે નહીં? જો એ સમયે તમે મને શરણ ન આપ્યું હોત તો પેલા જુગારીઓ મને મારી જ નાખત! આવા ઉપકારથી વધીને બીજો કયો ઉપકાર હોઈ શકે? અભયદાન જેવો બીજો કોઈ ઉપકાર નથી.” - ધનકુમારને તામ્રલિપ્તીના રાજમાર્ગ પર... પ્રભાતના સમયે બનેલી ઘટના યાદ આવી ગઈ... તેણે કહ્યું : “હે યોગીપુરુષ, તમે કહેલી વાત મને યાદ આવી ગઈ.. પરંતુ તમે ક્યારે કેવી રીતે આ કાપાલિક સંપ્રદાયની દીક્ષા લીધી?
“એ બધી વાત આપણે આશ્રમમાં જઈને કરીશું. પહેલાં તમે આ મંત્ર ગ્રહણ કરી, તમારા અનંત ઋણમાંથી કિંચિત્ મુક્ત કરો.”
જેવી તમારી ઇચ્છા. હવે હું તમને ના નહીં કહી શકું” યોગી મહેશ્વરદત્તે ધનકુમારને વિધિપૂર્વક મંત્ર આપ્યો. ધનકુમારે યોગીના ચરણે પ્રણામ કર્યા.
મહેશ્વરદત્તે કહ્યું : “હવે ચાલો આપણે તપોવનમાં જઈએ. તમે ઘણા દિવસોથી ભોજન નથી કર્યું, પાણી પણ નથી પીધું. ખરું ને? આજે મને તમારું આતિથ્ય કરવાનું સૌભાગ્ય મળ્યું.”
‘તમારી વાત સાચી છે. વહાણ તૂટી ગયું પછી હું એક પાટિયાના સહારે સાત દિવસ ને સાત રાત સમુદ્રમાં તરતો રહ્યો! પછી ખાવાપીવાનો પ્રશ્ન જ નથી રહેતો..”
તેઓ તપોવનમાં ગયા. ઘનકુમાર ભૂખ અને થાકથી ત્રસ્ત થઈ ગયો હતો. તપોવનમાં તેને સધન વૃક્ષોની શીતલ છાયા મળી ગઈ. તે ત્યાં જ એક ઓટલા પર સૂઈ ગયો. સુગંધી પવન અને કોયલના ટહૂકાર... પંખીઓનો કલરવ... સૂતાં વેંત ધનકુમાર ઘસઘસાટ ઊંઘવા લાગ્યો.
તપોવનમાં વિવિધ પ્રકારનાં હજારો વૃક્ષો હતાં. નિર્મળ મીઠા પાણીની વાવડી હતી. નાની નાની ટેકરીઓ હતી અને એના પર વિવિધ પુષ્પોના છોડ હતા. જુદી જુદી જગ્યાએ લતાકુંજ હતી. તપોવનમાં પ્રવેશ કરતાં જમણી બાજુએ એક મંદિર હતું. મંદિરની પાછળ નાની નાની કુટિર હતી.
મહેશ્વરદત્ત કેળપત્રમાં વિવિધ પ્રકારના ફળો લઈ આવ્યો અને માટીના પાત્રમાં પાણી લઈ આવ્યો. તેણે ધનકુમારને ઘેરી નિદ્રામાં જોયો. તેને જગાડ્યો નહીં, પાસે શ્રી સમરાદિત્ય મહાકથા
પs3
For Private And Personal Use Only