________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેસી રહ્યો. એક પ્રહર સુધી કુમારે નિદ્રા લીધી. તે જાગ્યો... મહેશ્વરદત્તના મુખ પર સ્મિત રમી ગયું.
“શ્રેષ્ઠીપુત્ર, તમને અહીં સારો વિશ્રામ મળી ગયો, ખરું ને? હવે ફલાહાર કરો અને વાવડીનું મધુર પાણી પીઓ... પહેલા આ કામ કરો, પછી બીજી વાતો કરીએ.” મહેશ્વરદત્તે ફણસ વગેરે ફળો આગ્રહ કરીને ખવરાવ્યા. કુમારે પેટ ભરીને ફલાહાર કર્યો. પાણી પીધું... અને પરમ સંતોષ પામ્યો.
હે શ્રેષ્ઠીપુત્ર, કહો, હવે અહીં બેસવું છે કે કુટિરમાં જઈને બેસવું છે? અથવા તપોવનમાં ફરવું છે?'
મહાત્મન, આપણે અહીં જ બેસીએ. સંધ્યા સમયે તપોવનમાં ફરવા જઈશું. અને રાત્રિ સમયે કુટિરમાં જઈ વિશ્રામ કરીશું. હવે તમે મારી જિજ્ઞાસા પૂર્ણ કરો...'
‘શ્રેષ્ઠીકુમાર, તમારા ઘરેથી નીકળી હું સમુદ્રકિનારે ગયો હતો. ત્યાં મેં ઘણા વિચારો કર્યા હતા... અર્થપુરુષાર્થની મને અસારતા લાગી. ધર્મપુરુષાર્થ કરવાનો નિર્ણય કર્યો... કારણ કે મેં ઘણાં પાપ કર્યા હતાં મારા જીવનમાં. ધર્મપુરુષાર્થ કરી એ બધાં પાપોથી મુક્તિ મેળવવી હતી. હું જાણતો હતો કે મારાં કરેલા પાપ મને દુર્ગતિમાં લઈ જશે... મારે દુર્ગતિમાં જવું ન હતું. મારે મારો પરલોક સુધારવો હતો. એ માટે મારે ધર્મપુરુષાર્થ જ કરવો જોઈએ.
પરંતુ મને કોણ ધર્મપુરુષાર્થ બતાવે? હું તો ધર્મથી સાવ અજાણ હતો. મને મારા પિતાના મિત્ર યાદ આવ્યા. તેમનું નામ યોગીશ્વર. યોગીશ્વર વિનતાનંદ મને પણ ઓળખતા હતા. મારાં ખોટા કામોથી કંટાળેલા મારા પિતાને યોગીશ્વર આશ્વાસન આપતા. તેઓ અમારા ઘરે પણ આવતા.
મને ખબર હતી કે યોગીશ્વરનું તપોવન સમુદ્રકિનારા પર છે. હું ચાલતો ચાલતો અહીં આવ્યો. યોગીશ્વર પાસે ગયો. એમનાં ચરણોમાં પડી ગયો.. ખૂબ રોયો... યોગીશ્વરે મને રોવા દીધો, એક અક્ષર પણ ના બોલ્યા. મેં કહ્યું :
મને ધર્મપુરુષાર્થ બતાવો.” “દીક્ષા લે...” તેઓ બોલ્યા. અને મેં આ કાપાલિક સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરી.
#
198
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only