________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનની શંકા પાકી થઈ પણ તે કંઈ બોલ્યો નહીં. - સૂરદેવે કહ્યું : “શ્રેષ્ઠીકુમાર, અમારા તામ્રલિપ્તીના યુવરાજ ઉપર, તમારા જેવો જ પ્રયોગ થયેલો. અપર માતાએ જ પ્રયોગ કરાવેલો. રાજમહેલોમાં આવાં પયંત્ર ચાલતાં જ હોય છે, અપર માતા ઇચ્છતી હતી કે એનો પુત્ર યુવરાજ બને... એના પુત્રને રાજગાદી મળે.. એ તો જ બને, યુવરાજને ખતમ કરી નાખવામાં આવે! રાણીએ પોતાના પિયેરમાંથી એક માંત્રિકને ગુપ્ત રીતે બોલાવ્યો અને યુવરાજ ઉપર ઉચ્ચાટનનો પ્રયોગ કર્યો. રાણીએ તો સીધો મારણપ્રયોગ જ કરવાનું કહેલું. પણ માંત્રિકે કહ્યું : “ઉચ્ચાટનનો પ્રયોગ કર્યા પછી જરૂર પડશે તો મારણપ્રયોગ કરીશું...”
યુવરાજ કેવા મહાવ્યાધિમાં પટકાઈ ગયેલા..? એનું વર્ણન ના કરી શકે. મહારાજાએ અનેક ઉપચાર કરાવ્યા... કોઈ જ અસર ના થઈ. મહાવ્યાધિ વધતો જ ગયો.... બધાને એમ લાગ્યું કે “હવે યુવરાજ આજની રાત નહીં કાઢે.' ત્યારે એક જોગણ રાજમહેલના દ્વારે આવીને ઊભી. રક્ષકોએ એને રોકી. તેણે કહ્યું : “તમારા યુવરાજને બચાવવો હોય તો મને અંદર જવા દો... યુવરાજ પાસે તરત જ લઈ જાઓ...” દ્વારરક્ષકે કહ્યું : “તું અહીં ઊભી રહે, હું મહારાજાને પૂછીને આવું છું.' દ્વારરક્ષકે જઈને મહારાજાને વાત કરી. મહારાજાએ કહ્યું : “જોગણને જલદી લઈ આવો.”
જોગણ યુવરાજ પાસે ગઈ. મહારાજા સિવાય બધાને બહાર કાઢ્યા. જોગણે મહારાજાને કહ્યું : “મહારાજા, યુવરાજ ઉપર ઉચ્ચાટન પ્રયોગ થયેલો છે. કોણે કિર્યો... કોણે કરાવ્યો, તે મને પૂછશો નહીં. હું હમણાં જ એ પ્રયોગને નષ્ટ કરવાનો પ્રયોગ કરું છું.”
જોગણે ત્યાં પ્રયોગ કર્યો. અભિમંત્રિત પાણી યુવરાજના શરીર પર ત્રણ વાર છાંટ્યું. ત્રણ પ્રદક્ષિણા દીધી. પલંગ ઉપર ત્રણ વાર તેણે પોતાનો હાડકાનો દંડ પછાડ્યો... અને યુવરાજ પોતાની જાતે પલંગમાં બેઠો થઈ ગય! મહારાજાએ પ્રસન્ન થઈ, પોતાના ગળામાંથી મોતીનો હાર કાઢી જોગણને ભેટ આપ્યો. પૂછ્યું : “હે જોગણ, હવે તું મને કહે કે યુવરાજ ઉપર કોણે પ્રયોગ કરાવ્યો ને કોણે કર્યો?’
‘મહારાજા, નામ બતાવું, પણ એક શરતે... તમારે એનો વધ નહીં કરાવવાનો... ભલે દેશનિકાલ કરજો...'
ભલે, તારી શરત કબૂલ..”
પ્રયોગ યુવરાજની અપર માતાએ કરાવ્યો છે.. ને તેના પિયરના માંત્રિકે કર્યો છે... આ તો સારું થયું.. કે મને ખબર પડી ગઈ.. અને તરત જ આવી ગઈ. નહીંતર યુવરાજ આજની રાત ના કાઢત...” નંદકે પૂછ્યું : “સૂરદેવ, શું એ જોગણ તાપ્રલિપ્તીમાં જ રહે છે?'
હા નંદક, મોટા ભાગે તો એ તામ્રલિપ્તીમાં જ રહે છે. ક્યારેક બહારગામ જાય છે. પરંતુ એની ચિંતા ના કર, એ જ્યાં હશે ત્યાંથી હું એને પકડી લાવીશ!' શ્રી સમરાદિત્ય મહાકથા
પપ૧
For Private And Personal Use Only