________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગઈ. વૈદ્યોએ કહ્યું: ‘તેથી જ અમારા ઉપચારો કામ નથી લાગતા... શું કરીએ? અમને ક્ષમા કરો.”
નંદકે વૈદ્યોને સોનામહોરો આપી વિદાય કર્યા. સુરદેવને પૂછયું : “તામ્રલિપ્તી સુધી ચાલે એટલી ભોજનસામગ્રી લઈ લીધી છે ને?”
હા નંદક, ભોજનસામગ્રી અને પાણી પણ ભરી લીધું છે.' “તો પછી વહાણનું લંગર ઉઠાવી લો. વહાણને સમુદ્રમાં તરતું કરી દો.
વૈદ્યોએ નંદકને એવી ઔષધીઓ આપી રાખી હતી કે જેથી કુમારને રાહત રહે. પરંત વૈદ્યોએ કહેલી વાત - “શ્રેષ્ઠીકુમાર ઉપર કોઈ વિશેષ પ્રયોગ થયેલો છે. તેના ચિત્તમાં બેસી ગઈ હતી.... “જરૂર આવો પ્રયોગ જો થયો હોય, વૈદ્યોનું કથન-નિદાન સાચું હોય તો આ કામ ધનશ્રી જ કરે, બીજું કોઈ નહીં, પરંતુ અત્યારે મારે એને કંઈ જ કહેવું નથી. સ્વદેશ પહોંચ્યા પછી હું યોગ્ય ઉપાય કરીશ. આ સ્ત્રીને ધનકુમાર સાથે રખાય જ નહીં.'
૦ ૦ ૦ ધનશ્રીએ વિચાર્યું : “કાર્મણ-પ્રયોગ પછી આટલા દિવસ સુધી કુમાર જીવી ના શકે. એ મરી જ જવો જોઈતો હતો. પરંતુ પ્રયોગમાં મારી કોઈ ભૂલ રહી ગઈ લાગે છે. તેથી એ મરતો નથી. અને નંદકે હવે સ્વદેશ જવાનો નિર્ણય કર્યો છે. ઘેર પહોંચ્યા પછી હું અને મારી શકીશ નહીં. કારણ કે નંદક જાણી ગયો છે કે હું કુમારને મારી નાખી એની સાથે ભાગી જવા તૈયાર છું. એટલે એ મારા માર્ગમાં આડે આવવાનો. એ કેમ સમજતો નથી? હું એના સુખ માટે કુમારને દૂર કરવા પ્રયત્ન કરું છું... જ્યારે એ કુમારને બચાવવા તનતોડ પ્રયત્ન કરે છે! એક ક્ષણ પણ એ કુમારને છોડતો નથી. એ બહાર જાય છે તો સૂરદેવને બેસાડીને જાય છે.... સૈનિકો તો આઠે પ્રહર અમારી ચોકી કરે છે..
શું કરું? કાર્મણ-પ્રયોગે મહાવ્યાધિ તો પેદા કરી દીધો... પણ મૃત્યુ નથી નિપજાવ્યું..”
વહાણ સડસડાટ સમુદ્ર પર સરકી રહ્યું હતું.. કહો કે તીવ્ર ગતિથી ભાગી રહ્યું હતું. કુશળ નાવિક સૂરદેવ વહાણને ભગાવી રહ્યો હતો.
એક દિવસ સૂરદેવે, નંદકને ધનશ્રીની હાજરીમાં કહ્યું : “નંદક, આપણે તાબ્રલિપ્તી પહોંચીશું પછી હું એક એવી વ્યક્તિને લઈ આવીશ.. કે તે જો શ્રેષ્ઠીકુમાર ઉપર કોઈ પ્રયોગ થયેલો હશે, તો તેને દૂર કરી દેશે. હું એ વ્યક્તિને જાણું છું.'
કોણ છે એ? ઘનશ્રીથી પૂછાઈ ગયું. એ એક જોગણ છે!” “ઓહ...જોગણ છે?” હા, મહાદેવી...” ધનશ્રી હેબતાઈ ગઈ... નંદકે તેની બેચેની જોઈ લીધી. તેના
ભાગ-૨ # ભવ ચોથો
પાપ0
For Private And Personal Use Only