________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વહાણ શાન્ત સમુદ્રમાં સડસડાટ ચાલ્યું જતું હતું.
મહાકટક બંદર ઉપર વહાણનું લંગર નાખવામાં આવ્યું. વહાણ પાણી ઉપર સ્થિર થઈ ગયું. વહાણ ઉપનાયકને સોંપી સૂરદેવ એક નાવડીમાં બેસી કિનારે પહોંચ્યો. ત્યાંથી તે નગરમાં ગયો. વૈદ્યોને પરિસ્થિતિ બતાવી. વૈદ્યો પોતાનાં ઔષધો લઈ સૂરદેવની સાથે વહાણ પર આવ્યા.
ધનકુમારની સારવાર શરૂ કરી દીધી. નંદકે સૂરદેવને કહ્યું : ‘તું અહીં જ કુમાર પાસે રહેજે. વૈદ્યો જે માગે તે આપજે, હું નગરમાં જાઉં છું,’
રાજાને ભેટ આપવાનાં રત્નો, એક સ્વર્ણથાળમાં લઈ એ નગરમાં પહોંચ્યો. રાજસભામાં જઈ રાજાનું અભિવાદન કર્યું અને ભેટનો થાળ અર્પણ કર્યો. રાજાને પોતાના માલિકનો પરિચય આપ્યો. તેઓ મહાવ્યાધિમાં સપડાયા હોવાથી પોતે આવ્યો છે - એ વાતની સ્પષ્ટતા કરી. રાજાએ વેપાર કરવાની અનુમતિ આપી. નંદક વહાણ પર આવ્યો, તેણે બધો માલ વહાણમાંથી ઊતરાવીને બજારમાં ખડકી દીધો. ઝડપથી તેણે માલ વેચવા માંડ્યો.
આ બાજુ વહાણમાં ધનકુમારના ઉપચારો ચાલુ હતા. વૈદ્યોને નંદકે કહ્યું : હે ધન્વંતરી સમાન વૈઘરાજાઓ, ગમે તે ઉપાય કરીને પણ અમારા માલિકનો મહાવ્યાધિ દૂર કરો... તમે જેટલું ધન માગશો તેટલું આપીશ.'
વૈદ્યોએ ઔષધોપચાર કરવામાં કોઈ ખામી ના રાખી, એક પછી એક દિવસ પસાર થવા લાગ્યો... નંદક, નાવિકો અને સૈનિકો ધનકુમારને નિરોગી જોવા આતૂર હતા. પૂરા પંદર દિવસ સુધી વૈદ્યોએ મહેનત કરી, પરંતુ ધનકુમારને કોઈ ઔષધ લાગુ ના પડ્યું. તેણે વિચાર્યું : ‘આટલા ઉપચારો કરવા છતાં કુમારને જરા પણ સારું થયું નથી... હવે અહીં વધુ સમય રહેવું ઉચિત નથી લાગતું. જેમ બને તેમ જલદી ઘરે પહોંચી જવું જોઈએ. સ્વદેશ પહોંચ્યા પછી જ સારું થશે.' તેણે સૂરદેવને કહ્યું :
‘સૂરદેવ, આપણે હવે જલદી અહીંથી પાછા ફરીએ. કુમારને મારે શીઘ્ર સ્વદેશમાં લઈ જવો છે. હું બે-ત્રણ દિવસમાં જ વેપાર સમેટી લઉં છું.’
‘નંદક, તારી વાત મને પણ ઉચિત લાગે છે, અને આપણે પાછા જલ્દી તામ્રલિપ્તી પહોંચીશું, કારણ કે પવન અનુકૂળ છે... હું વહાણને વેગથી હંકારીશ... માટે તું વેપાર સમેટી લે.'
નંદકે બધો માલ વેચીને, ત્યાંથી જે માલ લેવાનો હતો તે લઈ લીધો, વહાણમાં ચઢાવી દીધ્યું. તેણે વૈદ્યોને પૂછ્યું : ‘તમારાં ઔષધો કારગત કેમ થતાં નથી?'
‘અમને એમ લાગે છે કે શ્રેષ્ઠીકુમાર ઉપર કોઈ વિશેષ પ્રયોગ થયેલો છે...’ ધનશ્રી ધ્રુજી ઉઠી. એની આંખોમાં ભય તરી આવ્યો... તે ખંડમાંથી બહાર ચાલી
શ્રી સમરાદિત્ય મહાકથી
For Private And Personal Use Only
use