________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનશ્રી પણ રોવા લાગી. ધનકુમારે બંનેને આશ્વાસન આપતાં કહ્યું : “નંદક, ધનશ્રી, તમે રડો નહીં. અણધાર્યા પાપકર્મનો ઉદય આવ્યો છે. સાચી વાત છે, ગમે ત્યારે પાપકર્મ ઉદયમાં આવી શકે છે! તમારે મૂંઝાવાની જરૂર નથી... હું સમતાભાવથી વેદના સહી રહ્યો છું.”
ધનકુમારે આપવાની ખાતર આશ્વાસન આપ્યું, પરંતુ તે સ્વયં હચમચી ગયો હતો. જીવનમાં આવી માંદગી પહેલ વહેલી જ આવી હતી. તેનું નિરાશ મન બોલી ઊહ્યું : “આપઘાત કરીને મરી જાઉં? ના, ના, એમ કરવાથી તો નંદક બહુ દુઃખી થશે. મારે કાયરતાનો વિચાર ન કરવો જોઈએ. માતાએ મને કહ્યું હતું : “વત્સ, આપત્તિના સમયે કાયર ના બનીશ.” જ્યાં જવું છે એ બંદર નજીક છે... ત્યાં ઔષધોપચાર થશે... અને વેપાર કરવાનું નંદકને સોંપી દઉં! નંદક હવે વેપાર કરવામાં કુશળ બની ગયો છે.” તેણે નંદકને કહ્યું : “મિત્ર, કર્મોની ગતિ વિચિત્ર છે. કાલે શું થાય, તેની ખબર નથી. મારે તને બે વાતો કહેવી છે, તું શાન્તિથી સાંભળ. હું મારી મિલકતનો તને વ્યવસ્થાપક નીમું છું. આ પહેલી વાત. બીજી વાત : “જો મારું મૃત્યું થઈ જાય તો આ ધનશ્રીને મારા ઘરે પહોંચાડી દેજે. આ બે કામ કરજે, જે બંદરે આપણે જવાનું છે, તે કિનારો નજીક છે. ત્યાં ગયા પછી ગુપ્ત રીતે તું મારો ઔષધોપચાર કરાવજે. મને તારી વફાદારી પર પૂર્ણ વિશ્વાસ છે માટે તને જ બધું સોંપી દઉં છું.”
ધનશ્રીને સંબોધીને કુમારે કહ્યું : “સુંદરી, દુર્ભાગ્યથી કે આયુષ્ય પૂર્ણ થઈ જવાથી મારું મૃત્યું થઈ જાય તો તું નર્દકની આજ્ઞા માનજે, એ તને સુશર્મનગર પહોંચાડશે.”
કુમારની ભલામણો સાંભળતાં સાંભળતાં નંદક પોક મૂકીને રડી પડ્યો. ધનશ્રી પણ રુદનનો અભિનય કરવા લાગી. કુમારને બોલવામાં શ્રમ પડતો હતો, છતાં નંદકના રુદનથી તે વ્યથિત થઈ ગયો. તેણે કહ્યું : 'મિત્ર, તું હતાશ ન થા. નિરાશ ના થા. આવા સમયે તો તારે ધીરજ રાખવી જોઈએ. તારે જે કાર્ય કરવાનું છે, તેમાં પ્રવૃત્ત થા. મારા ઉપરનો મોહ ત્યજી દે. એ મોહ જ તને દુઃખી કરી રહ્યો છે. તારે સમયને ઓળખવો જોઈએ. અચાનક ઊભી થયેલી પરિસ્થિતિને સમજવી જોઈએ. જે
સ્ત્રી કે પુરુષ કાલજ્ઞ હોય છે, તે પ્રશંસાપાત્ર બને છે. તે ઉત્સાહનો ભંગ ના કર. ઉત્સાહને અખંડ રાખ.. આપત્તિ દૂર થઈ જશે!'
નાવિક સૂરદેવે આવીને કહ્યું : “આપણે કાલે સવારે “મહાકટક' નામના બંદરે પહોંચી જઈશું. ત્યાં જઈને તરત જ હું વૈદ્યોને બોલાવી લાવીશ. આ બંદર મારું જાણીતું છે, પૂર્વે પણ હું આ બંદરે આવેલો છું.”
એક ક્ષણ પણ ધનકુમારને ઊંઘ આવતી ન હતી. નંદક એની પાસે જ બેઠો રહ્યો. ધનશ્રીને બેઠા વિના છૂટકો ન હતો.
રક્ષક-સૈનિકો વહાણ પર જાગ્રત બનીને ચારે બાજુ ઊભા રહી ગયા હતા. પદ્ધ
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only